વિશ્વાસ સબંધોનો
બંધાય છે સ્નેહથી મિત્રતાના સંબંધો
હોય છે કાચા ધાગા સરીખા સંબંધો!....
વીતે સમય ત્યારે આવે છે વિશ્વાસ સંબંધોમાં
વિશ્વાસથી વણાઈ મજબૂત બને છે સંબંધો!....
મિત્ર બની નિભાવ્યા દિલથી જે સંબંધો
મુશ્કેલીએ તૂટતા સમજાયા સ્વાર્થના એ સબંધો!...
મૌન બની તમે આજ ઉડાવ્યો છેદ સબંધોનો
તૂટ્યો વિશ્વાસ આજ મિત્રતાના સબંધોનો!....
જાણતી હતી સઘળું પણ મૌન રહી સબંધોમાં
લાગ્યું બહુ વસમું આજ આ સ્વાર્થના સબંધોમાં!..
સાંભળી સમજી લીધા સૌને નિભાવ્યા સબંધો
રહેશે બસ કહેવાના જ આ મિત્રતાના સબંધો!....
દુભાયુ આજ છે હૈયુ મારુ આ સબંધોમાં
હોઠે રાખી સ્મિતને હૈયેથી રડ્યો આ સબંધોમાં!...
લાગી ગયું ગ્રહણ આપણા સબંધોને"પુષ્પ"
જે સાથે રહીને પણ અંધકારમય બન્યા સબંધો!...
જય શ્રી કૃષ્ણ:પુષ્પા.એસ.ઠાકોર