શીર્ષક: મૌન
આંસુઓની ભાષા છે મૌન,
વળી લાગણીઓનો વરસાદ છે મૌન,
વિચારોની અતિશયોક્તિ છે મૌન,
વળી ધ્યાનની અવસ્થા છે મૌન,
દાર્શનિક વિચારોનો મેળો છે મૌન,
વળી મૂર્ખતાનો ઘડો છે મૌન,
આનંદની પ્રાપ્તિ છે મૌન,
વળી વિષાદની સીમા છે મૌન,
શાંત સરોવર છે મૌન,
વળી ચંચળ નદી છે મૌન,
સાગર સમ ઊંડું છે મૌન,
વળી ખાબોચિયા સમ છીછરું છે મૌન,
વણકહ્યા પ્રશ્નોનો ઉત્તર છે મૌન,
વળી પ્રશ્નોનો જમાવડો છે મૌન,
સમજણનો સમાગમ છે મૌન,
વળી ગેરસમજનો દરવાજો છે મૌન,
સહજતાનું પ્રતીક છે મૌન,
વળી જટિલ સંવાદ છે મૌન,
ઊંચેરી ઉડાન છે મૌન,
વળી વાસ્તવિક ચાલ છે મૌન
અંતરમનનાં આટાપાટા
- Yashvi