🎵📱 "હાથમાં ફોન" 📱🎵
આંખ ખુલતાની સાથે હાથ, ફોન સુધી જઈ પહોંચે,
સવારે ચા કરતાં પહેલું, નોટિફિકેશન ચેક થાય તેજે।
મમ્મી બોલે — "પહેલા નાસ્તો કર",
પણ રીલ જોવા બેઠો તો ભૂખ જ નથી વળતર।
દુનિયા બળે કે ઘર, અમને ક્યાં વાંધો;
વાઈ-ફાઈ બંધ થાય તો જ લાગે જીવનમાં કાંઈ ખાડો।
મિત્રો મળવા આવે તો બધાના હાથમાં ફોન,
બોલવાની જગ્યાએ — "ભાઈ, આ મીમ જો મસ્ત છે" એ થતો ટોન।
પાંચ મિનિટ માટે ચાર્જિંગ મૂકી,
બાજુમાં બેસીને નજર રાખી;
બેટરી વધવાની રાહમાં,
હૈયું ધબકે જાણે વેઈટિંગમાં રાખી।
પપ્પા બોલે — “બેટા, થોડી દુનિયા પણ જો,”
અમે કહીએ — “પપ્પા, દુનિયા ફોનમાં જ છે જો।”
આદતો આવી ગઈ એવી કે હવે શું કરીએ,
સમજીએ છીએ ગેર છે પણ છોડવું ન ગમે।
કહે "નર" ક્યારેક તો લાગે એવું
ભગવાન સામે આવી જાય, આશીર્વાદ આપવા,
તો પણ હાથથી મોબાઈલ નહીં છૂટે ફોન.
નર