લોહી ભીનો ચહેરો
માનવતા મરી પરવારી,જુઓ માણસનો ચહેરો.
સ્નેહ ક્યાં ખોવાયો છે,ક્રોધથી ભરેલો છે ચહેરો.
@કૌશિક દવે
જ્યાં જુઓ ત્યાં યુદ્ધ જ યુદ્ધ,શાંતિનું ના કોઈ નામ.
ઉન્માદમાં જણાય માણસ, જગતનું થતું પતન.
માનવનો ચેહરો લોહી ભીનો,લાલ રંગથી રંગાયો.
એનું રક્ત ધરતી પર પડે, કેવો ખરાબ સમય આયો.
કુદરત પણ સિસાઈ ગયો હવે, વરસાદ રૂપે વહેતા આંસુ!
શું માનવનો અંત જ હશે?એવો સવાલ મનમાં આયો.
- કૌશિક દવે
- Kaushik Dave