💪 હિંમત અને સફળતા – ગઝલ
અંધકાર વચ્ચે દીવો જળાવી દેજે,
હિંમતથી સપનાઓને ઉજળી દેજે.
માર્ગ કઠિન છે, કાંટા ઘણાં છે સાથમાં,
વિશ્વાસ રાખી આગળ વધારી દેજે.
પડકારોને સ્વીકારી લડે જે સદા,
સફળતાની શિખર પર એ ચડી દેજે.
હિંમત કદી ન છોડે જે વીર મનુષ્ય,
ભાગ્યની રેખાઓને બદલી દેજે.
મહેનત, સંઘર્ષ અને અડગતા સાથે,
જીતનો ઝંડો જગમાં લહેરાવી દેજે.
-J.A.RAMAVAT