શબ્દોથી કરું સ્તુતિ તમારી હે શિવજી ભોળા.
આખરે છે માનવમતિ અમારી હે શિવજી ભોળા.
કૈલાસવાસી હે અવિનાશી ભક્તોના હિતકારી,
ભક્તિ ભરો જીવનમાં એકધારી હે શિવજી ભોળા.
અધમઉદ્ધારણ દેવ દયાળુ પાપ અમારાં પ્રજાળો.
સમર્પિત તવ ચરણે ત્રિપુરારી હે શિવજી ભોળા.
સર્વસ્વ માની બેઠા તમને અમને આજે સ્વીકારો,
દરશન આપી કરોને દાતારી હે શિવજી ભોળા.
દેવ દિલાવર દયાનિધિ દીનતા છે હરજી અમારી
દેજો વાસ કૈલાસ ગંગધારી હે શિવજી ભોળા.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.