આવો આવોને ભોલેભંડારી.
આવો આવોને શિવત્રિપુરારી.
અવની આંગણ આજે સત્કારે.
લાવોને ગિરિજા ગણેશ હારે.
આવો કરીને નંદીની સવારી...1
શ્રાવણે સ્મરણ તમારું નિતનિત,
સ્તુતિ પ્રાર્થનામાં અમારું ગીત.
આવો ભોળાનાથ ભયહારી....2
શ્રાવણે પૂજીએ અંતરભાવ લાવી.
મહાદેવ રહ્યા તમને મનાવી.
ના અપરાધો જોજો વિચારી...3
સર્વસમર્પણ અમે કર્યું છે.
દેવ દાતારનું ધ્યાન ધર્યું છે.
દરશન આપોને દેવ દુઃખહારી...4
"દીપક "ની અરજી દેવ દિલાવર.
આવોને આંગણે સદા શિવશંકર.
તવ વિયોગે રહ્યા અશ્રુસારી.....5
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.