શિવશંકરને સદાએ ભજતાં, આનંદ અમને અદભુત થાય.
મહાદેવને મન થકી રટતાં , આનંદ અમને અ દભુત થાય.
કૈલાસવાસી શિવજી અમારાં હરહર મહાદેવના હો નારા.
પંચાક્ષરને પ્રેમથી ભજતાં, આનંદ અમને અદભુત થાય.
રામનામ રટતા નિરંતર, રામકથા સદાશિવ શિવાને કહેતા,
સ્નેહ થકી શંકરને સ્મરતાં, આનંદ અમને અદભુત થાય.
મધુર સ્વભાવ પયથી જેનો, ભક્તવત્સતા હરજી ભારી.
ધ્યાન ધરમધણીનું ધરતાં, આનંદ અમને અદભુત થાય.
સન્મતિ આપો શિવશંભુ તમે, ભક્તિ ભવોભવ આપજો.
કૃપા ભોળાનાથની પામતાં, આનંદ અમને અદભુત થાય.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.