Gujarati Quote in Blog by Keyur

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિલ ના રંગ – પ્રેમનો નાદ હમેશા જીવંત રહે છે...
📝 24 જુલાઈ, 2025
✍️ કલમે: # સતુશ્યામ 🙏

"कुछ तो है तुझसे राबता…"
જ્યારે દિલ કોઈને અનુભવે છે, ત્યારે તે માત્ર લોહી નહીં, લાગણીઓ પણ પંપ કરવાનું શરૂ કરે છે. એ ધબકારા તો નબળી તબિયતમાં પણ બંધ ના થાય... પણ એક નજર...એક સ્મિત...તો એ ધબકારા એકદમ તેજ થઈ જાય.
દિલ એટલે એક એવી જગ્યાં કે જ્યાં આશા જન્મે છે, દુઃખ છુપાય છે, પ્રેમ વસે છે અને ભૂતકાળ જીવંત રહે છે.
એ તો "Dil hai chhota sa, chhoti si aasha..." જેવો છે – નાજુક પણ મહાન તાકાત ધરાવતું.
ગર્વ કરો પોતાના દિલ પર; એ રમે છે, બળે છે, તૂટે છે...તો પણ ધબકે છે... દિલ...હ્રદય...heart...તેનું કામ શું? શરીરનો એવો અંગ જે માત્ર લોહી પંપ કરવા માટે ભગવાને બનાવેલો છે. એક જ કામ. પણ આ એકકામમાં એક સેંકડની પણ ભૂલ થાય તો માણસનો જીવ દાવ ઉપર લાગી જાય. તે કોઈ પણ condition માં ધબકતુ રહે છે. ગરમી હોય, ઠંડી હોય, તાવ આવતો હોય કે કંઈ પણ રોગ થયો હોય, પરંતુ તેનું કામ તે નથી ચૂકતુ. અને ચૂકે તો જીંદગી જ ના રહે. આમ જોવા જઈએ તો માણસનું લાગણી માટેનું કેંન્દ્રબિન્દુ મગજમાં આવેલું “Limbic System” છે. પણ સામાન્ય રીતે લાગણીને આપણેહ્રદય સાથે જ જોડ્યે છે. કોઈ દિવસ સાંભળ્યું કે અમુક જાતનાં સમાચાર સાંભળવાથી કોઈનું brain dead થઈ ગયું?! ના, આવા સમયમાંHeart Attack જ આવે. વિજ્ઞાન પાસે પણ આવું કેમ થાય તેનો જવાબ નથી. એટલે શરીરનું સૌથી નાજુક અંગ એટલે દિલ માની શકાય. પણ મારા મતે તે સૌથી strong અંગ છે. કેટ કેટલું દુ:ખ સહન કરવાની તેનામાં તાકાત છે. અત્યારે દુ:ખમાં depression, anxiety જેવામાનસિક રોગ, heart attack કરતાં પહેલા થાય છે. તો સૌથી વધારે દુ:ખ સહન કરવાની ક્ષમતા દિલ પાસે જ છે. કોઈ પણ સમયમાં, ગમેતેટલો કપરો કેમ ના હોય તે ધબકતું જ રહે છે.


👉 "પ્રેમ એટલે શું?"
કોઈએ સાચું કહ્યું છે –
"Where there is love, there is life." – મહાત્મા ગાંધી
એટલે જીવન જીવવાનું સાચું મર્મ સમજાવતું આ દિલ, કેટલીય વાર તૂટી જાય છે, પણ પ્રેમમાં ફરી ફરીથી ત્યાગ કરવાનું શીખે છે.
દરેક વ્યક્તિના જીવનમાં કોઈ સમય એવો આવે છે જ્યારે દિલ પર વાર પડે છે –
– સંબંધ તૂટે,
– નજીકનાં લોકો દૂર થઈ જાય,
– કે કોઈનું નક્કર અવસાન થાય…
પણ આ નાજુક લાગતી હ્રદયની અંદર અસીમ શક્તિ છે.
"Har kisi ko nahi milta yahan pyaar zindagi mein…"
હા, સત્ય છે. પણ જેને મળે છે, એના માટે પ્રેમ જિંદગીનો પ્રાણ બની જાય છે. એ માટે કહીએ કે, દિલમાં પ્રેમ છે એટલે જ ધબકારા છે.
❤️ દિલથી જીવવાનું શીખો
જિંદગી સાવ સહેલી નથી. પણ જીવી શકાય છે –
– જો આપણે વાતનેDil પર ના લઈએ,
– દુઃખને હળવુ લઈએ,
– અને દિલને ખુલ્લું રાખીશું તો એ પંખી બની આઝાદ ઊડી શકે છે.
"Dil Dhadakne Do…"
દિલ માત્ર પ્રેમ માટે નહીં, જીવન માટે પણ ધબકે છે.
➤ તમારું દુઃખ, લાગણી, ગુસ્સો – બધું જ કોઈ પાસે વ્યક્ત કરો.
➤ પોતાને નાની નાની ખુશીઓ આપો.
➤ અને હા – "કોઈ પણ ન જમાવાય ત્યારે પણ પોતાને દિલથી પ્રેમ કરો."
સર્જનાત્મક રીતે જીવીએ, લાગણીશીલ બનીને નહીં, લાગણીને સમજીને.

દિલ તો હંમેશા બોલે છે...
ક્યારેક ધબકારા બની,
ક્યારેક યાદ બની,
તો ક્યારેક શાયરી બની...
"મારા દિલની તકલીફ એને શું ખબર,
એ તો હંમેશા હસીને પૂછે છે – કેમ છો?"
તમારું દિલ ધબકતું રહે એવી શુભેચ્છા સાથે...
🙏 # સતુશ્યામ

Gujarati Blog by Keyur : 111988895
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now