મોસમનો પહેલો વરસાદ ભલે આવ્યો આવકાર તને.
ઝરમર કે રીમઝીમ નહિ કહીએ અમે સાંબેલાધાર તને.
વીજગાજને સાથે લઈને આગમન એનાં સૌને ગમતાં,
હરી ઉનાળાની ગરમીને હરખભેર વધાવે કૃષિકાર તને.
જળતંગીને સૂના પનઘટ એકાએક જળરાશિ ઉભરતી,
ખળખળ વહ્યાં વારિ, વરસે આભઅટારી જીવનસાર તને.
નદીનાળાં છલકાવી, સૌ માનવમન હરખાવી પર્જન્યદેવ,
સંતાયો સૂર, નથી મેઘધનુ દૂર પ્રકૃતિ તણા શણગાર તને.
આવી વર્ષારાણી, ચોમેર પાણીપાણી બાળ હોડી તરાવે,
સંભળાય દાદૂર, મેઘલીરાત ના દૂર વરસતા દાતાર તને.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.