અરમાનોની ઉડાન
અરમાનો સાથે ભરી ઉડાન
ઉડાન ભરતા જ ભરખી ગયો કાળ!
સપના હતા આંખોમાં સૌના
મિંચાઈ ગઈ આંખો તે પળવારમાં!.......
જઇ પડ્યું જ્યા હતાં ભાવી ડોક્ટરો
ને સૌ લોકોની વચ્ચે
બળીને બધુ ભસ્મ થયું,
પળવારમાં બધું વિખેરાઈ ગયું!....
રોળાઈ ગયા સપના સૌના
દૂર થઈ ગયા સગા-સ્નેહી સૌના!....
જોઈ દ્રશ્યો કાળજા સૌના કંપી ઊઠ્યા
આંખે આંસુ સૌના આવી ઊભર્યા!..
મોત સામે જંગ જીતી
યમદૂતને જાણે સામે દિઠ્યા
પ્લેન ક્રેસમાં તે બચ્યો એક જ માનવી!.
મળી આવી ભગવતગીતા જોવો
ધર્મનું કેવું રક્ષણ કીધું!.....
નાનકડી છે આ જિંદગી
પ્રભુની છે તે દેન
જીવી લો તેને જતનથી
કોણ જાણે ક્યારે આવશે કહેણ!....
જય શ્રી કૃષ્ણ: પુષ્યા એસ ઠાકોર