શું લોકો થકી છેતરાયા છીએ કે ના પૂછો વાત.
અમારા ગણી ભરમાયા છીએ કે ના પૂછો વાત.
ગરજ પડતાં બાદશાહ બનાવી દે એ આપને,
સ્વાર્થ શિકારીથી ઘવાયા છીએ કે ના પૂછો વાત.
કામ પડતાં આંબા આબલી કેવા એ દેખાડતા,
મતલબી જનોથી ભટકાયા છીએ કે ના પૂછો વાત.
મધુઝરતી જબાને મનમેલા પ્રપંચો રચતા ઘણા,
એના કુંડાળામાં અટવાયા છીએ કે ના પૂછો વાત.
માત્ર પોતાનું જ વિચારનારા તકસાધુ દૂર રહેજો,
સારપ દેખાડીને સલવાયા છીએ કે ના પૂછો વાત.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.