પ્રેમ એટલે શું? ભાગ- ૨
"કારણ વિનાની કાળજી એટલે પ્રેમ,
તેની અનુપસ્થિતિ માં થતી તળમળ એટલે પ્રેમ,
વિચાર વગરની સ્વ-કલ્પના એટલે પ્રેમ,
તેનામાં પોતાનું સ્વરૂપ દેખાવું એટલે પ્રેમ,
તેની દરેક ભેટ માટે થતી ઉત્કંઠા એટલે પ્રેમ,
પ્રેમ એ રૂપનું સૌંદર્ય નથી પણ, સ્વરૂપનું સૌંદર્ય છે,
દેહના મોહને પ્રેમ કહી શકાય નહીં,
આવો પ્રેમ યૌવનકાળ સુધી જ રહે, વૃદ્ધાવસ્થામાં નહીં,
આત્મા સાથેનો પ્રેમ જ સાશ્વત રહે છે,
અને એ જ ખરો પ્રેમ છે."
- કેવિન પટેલ