ગમે તેમ તોય એ બાપ છે,
બાપ ચૂક્યો તેની ફરજ એ થાપ છે,
મા એ આપ્યો હરઘડી સાથ છે,
પિતાનો તો તેમાં હુંફાળો સાથ છે.
મા એ મા છે બાપ એ બાપ છે.
મારે મન બંન્નેના સરખા માપ છે.
ભલે જપો માળા એ રામ છે.
મારે મન માતા-પિતા મારું ધામ છે.
સ્કૂલમાં રોજ લેવા-મૂકવા એ જ આવતા હતા
કોલેજની લાબી લાઇનમાં એ જ ઉભા હતા.
છે ભલે રિટાયર્ડ થઈ ગયેલો બાપ એ,
પણ પુરા કરે છે પુત્રના દરેક ખ્વાબ એ
દીકરાનો શર્ટ તૂટી જાય તો પોતાનો ઝબ્બો આપે છે,
ને દીકરા મનથી તુટી જાય તો પોતાનો ખભો આપે છે.
ઘડપણમાં ભલે બાપની આંખમાં દેખાતો થાક છે,
જો ના સાચવ્યાં તેમને તો જિંદગી તમારી ખાખ છે.
🙏🏻
….હર્ષલ બ્રહ્મભટ્ટ
- Umakant