સમંદરનું તોફાન,
ફરી વળ્યું ચોગાન.
કુદરતનો પણ કેવો કમાલ કે
કાટમાળથી કર્યુ રંગરોગાન.
ચોમેર સંભળાય છે ક્રૂર આક્રંદ,
બસ બધે દેખાય છે ખેદાન-મેદાન
જહાજોની જગ્યાએ આજે મડદાં તરે છે.
નહોતું તરવું છતાં તેં કર્યું જ છે એલાન,
તુ રૂશવત પણ ક્યાં લે છે?
તુ તો છે કાયાનો ઘડનાર,
જેની પાછળ પણ છે રડનાર.
એ તો મદમસ્ત થઇ આવેલું,
સમંદરનું તોફાન!
- હિતેશ ડાભી