કેમ કે હું એક સ્ત્રી છું.......
મારે સવાર સાંજ રસોડું જ કરવાનું છે કેમ કે હું એક સ્ત્રી છું
કપડા ને વાસણ ની ચિંતા મારે જ કરવાની છે કેમ કે હું એક સ્ત્રી છું
શાકભાજી હોય કે કરીયાણા કે ફળો ના ભાવ મારે જ યાદ રાખવાના છે કેમ કે હું એક સ્ત્રી છું
મારા બાળકોની પરીક્ષાનો સિલેબસ મારે તૈયાર કરવાનો છે કેમ કે હું એક સ્ત્રી છું
મારા પરિવારને મનગમતી વાનગી મારે જ બનાવવાની છે કેમ કે હું એક સ્ત્રી છું
મારા પતિના કપડા અને બેલ્ટ નું ધ્યાન મારે જ રાખવાનું છે કેમ કે હું એક સ્ત્રી છું
થાકવાનો, આરામ કરવાનો મને અધિકાર જ નથી કેમ કે હું એક સ્ત્રી છું
અનુ કોટડીયા