ના, અમારા વચ્ચે કોઈ અનબંન નથી
બસ એટલું જ છે — હવે મન નથી
હું પોતાને જ ઉકેલવામાં મથી રહી છું
તને લઈને કોઈ ઉલઝન નથી
છતાં પણ ક્યારેક ખાલીપો બોલી ઊઠે છે,
તારું નામ ક્ષણભર દિલમાં ઝબકી ઊઠે છે.
સ્મૃતિના છાંયાં ધીમે ધીમે વહે છે,
હકીકત કહે છે..
હવે મન બધું સહે છે....
d h a m a k
the story book, ☘️📚