વાત ભૂલ ભૂલૈયા ૩ અને સિંઘમ એગેન ની, કોણ જીત્યું?
બન્ને ફિલ્મો લગભગ ૨૦૦+ કરોડ રૂપિયાનો ધંધો કરીને દિવાળી ઉજવી રહી છે. ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે કોણ જીત્યું કોણ હાર્યું?
જોકે દિવાળી ની રજાઓમાં આ વખતે ૮૨ લાખ ટિકિટો વેચાઈ એવા અહેવાલ છે. એટલે ખૂબ મોટા વર્ગને સિનેમા સુધી લઈ જવાની જહેમત સફળ થઈ કહેવાય. સારો ધંધો બન્ને કરી રહી છે એ સ્પષ્ટ દેખાય છે.
અહીં નફો ત્યારે કહેવાય જ્યારે લાગત કરતાં આવક વધુ હોય.
હવે વાત કરીએ બજેટની, ભૂલ ભુલૈયા લગભગ ૧૫૦ કરોડમાં બનેલ ફિલ્મ છે કે જેમાં સ્ટાર કાસ્ટ જ મોંઘી હોવી જોઈએ, છતાં લોકેશન અને ઈફેક્ટ ઉપર ખર્ચ થયો છે. માધુરી અને વિદ્યા બાલન ભલે લોકોને ગમે છે પણ તેઓ હવે બહુ મોંઘી નથી રહી. કાર્તિક મોંઘો થશે એ નક્કી. અહીં આજ દિન સુધી ૨૦૦ કરોડનો ધંધો કરી લેવો એટલે ફિલ્મનો ખર્ચ નીકળી ગયો કહેવાય. હવે જે આવે એ નફો ગણાશે જે ટીવી અને ઓટીટી રાઇટ્સ પરથી તો થઈ જશે અને કદાચ વધુ થશે.
હવે વાત આવે છે સિંઘમ એગેન ની, ૩૫૦ કરોડના ખર્ચે બનેલ ફિલ્મ પણ આજ સુધી ૨૦૦ કરોડનો ધંધો કરી ચુકી છે, એટલે હજી નફો નહીં ખર્ચા કાઢવાની વાત પણ ખૂબ દૂર છે. આવડી મોટી સ્ટાર કાસ્ટ લઈને પણ ફિલ્મ જેટલું જોઈએ એટલું ઉપજી શકી નથી. અહી રોહિત શેટ્ટી લાર્જર દેન લાઇફ જેવું કરવા ગયા છે અને ક્યાંક કાચા પડ્યા લાગે છે. મોટા નામ મોટું કામ કરી શક્યા નથી. ફિલ્મ ટીવી અને ઓટીટી પર કમાઈ આપશે પણ બહુ મોટો નફો નહીં કરી શકે.
તમને શું લાગે છે?