હાઇકુ
--------
1)દરિયા મોજા
આનંદ અનુભૂતિ
પ્રભુ ની જ્યોતિ .
2) સૂર્ય - લાલિમા
દૂર થઈ કાલિમા
પ્રભાત સાથે.
3) અગ્નિ પરીક્ષા
સુખ ની થાય રક્ષા
જીવન માટે.
4) પ્રભુ ની દષ્ટિ
સમાઈ ગઈ સૃષ્ટિ
તેજ અપાર.
5)પવન સાથે
વરસાદ નો આનંદ
માટી નો ગંધ.
6) કાળા વાદળ
વર્ષા રિતુ સંદેશ
પ્રભુ આદેશ.
7) જ્ઞાન પ્રગટે
અજ્ઞાન દૂર થાય
સુખ ફેલાય.
આભા દવે
મુંબઈ