એક ઘટના આજે બની મારી સાથે ,
હું સવારે 11વાગ્યા ની આસપાસ કામ માટે ઘરે થી બહાર નીકળી પણ આજે ટ્રાફીક ઘણું હતું ટ્રાફીક માં ઊભી હતી ત્યા નાના 3થી4 વષઁ ના છોકરા છોકરીઓ ટ્રાફીકમાં ઊભેલા વયિકત પાસે જઈને પૈસા માગતા હતા એમાંથી એક છોકરા એ મારી પાસે પણ માગ્યા હું કઈ પણ આપું કે કય વાત કરું એ પહેલાં એ છોકરો મારી પાસે થી જતો રહ્યો, પછી હું મારું કામ પતાવીને પાછી ત્યા જ આવી 5 મિનિટ એ બધા છોકરાઓને ખાલી ધ્યાનથી જોયું, એ છોકરા છોકરી કય રીતે ટ્રાફીકમાં ઉભાં રહેતા દરેક વયિકતઓ પાંસેથી પૈસા માંગે છે.પછી મે એ બાળકો માટે બિસ્કીટ ના પેકેટ લીધા અને એ બાળકો ને આપ્યા તો એ લય લીધા પણ બીજી જ સેકન્ડમાં બાળકો કહે છે અમને કાજુમિલક શેક પીવડાવોને મે ના કીધું આજે બિસ્કીટ ખાયલો બીજી વખત પીવડાવીસ તો બિસ્કીટ મને પાછા આપી દીધા.
આ વિષય પર તમારો અનુભવ મને ચોક્કસ જણાવો કે બીજી વખત મારે આવા બાળકો ને કય આપવું જોઈએ કે નહિ??

-Suhani

Gujarati Blog by Suhani. : 111823166
B________Gehlot 1 year ago

શક્ય હોય અને ટાઈમ હોય તો એમને આપણે જાતે જ જોડે રહીને નજીકમાં ક્યાંક જમાડી દેવા યા બાકી રોકડમાં યા કોઈ પેકિંગ વસ્તુ આપી ન જોઈએ

Sachin Patel 2 year ago

બાળકોનો આવો ખરાબ વ્યવહાર મેં પણ અમદાવાદમાં એક વાર અનુભવ્યો છે. If you give a man a fish, he will be hungry tomorrow. If you teach a man to fish, he will be richer forever.... આવી કંઇક કહેવત છે, જો તમારી પાસે ખરેખર એટલો સમય હોય તો આવા બાળકોને પગભર બનાવવા કોશિશ કરવી જોઈએ...

Falguni Dost 2 year ago

aapvu joiae.. kem k, aene tamara chaherana havbhavthi lagyu hase k aa vyakti pase amari echha puri thase.. baki tame joyu che to vadhu sachu anuman tamaru j kharu rahe.

Ghanshyam Patel 2 year ago

તમારી પાસે time હોય તો please ચેક કરી જોવું કે તે ખરેખર ગરીબ છે ? જો હા તો વાંધો નહિ. પણ અત્યારે મોટા ભાગે આપડે આપેલી મદદ ( ભીખ ) નો સદ ઉપયોગ નથી થતો . તમારે દુઃખી થવાની જરૂર નથી કેમ કે તમે તો ઉત્તમ આશય થી એમને બિસ્કિટ આપ્યા .

Narendra Parmar 2 year ago

જે વસ્તુ આપણે રોજ ખાતાં હોય તે વસ્તુઓને ખાવાનો મોહ ના હોય પણ જે વસ્તુ આપણે ખાધી નથી ફક્ત તે વસ્તુ આપણે જોઈ છે તે વસ્તુને ખાવાનો મોહ જરૂર હોય છે એટલા માટે બાળકો એ બિસ્કીટ પાછાં આપ્યાં છે તમને કારણ કે તેમણે કાજુ બદામ વાળો રસ નથી પીધ્યો છે... 👍👌

Suhani. 2 year ago

મજબુરી અને ગરીબી જોય ને જ મદદ કરવાનું મન થાય પણ એ લોકો એનો જ ફાયદો ઉઠાવતા હોય એવું લાગ્યુ મને...

Suhani. 2 year ago

હા કાલની એ ઘટનાનું મને પણ ખુબ દુઃખ થયું..

Nilay 2 year ago

Aapne ena vyavhar same na jovu joiye. Aapne only eni majburi ane garibi saame jovu joiye

Shefali 2 year ago

ઘણી વખત એ બાળકો એજ બિસ્કીટ ના પેકેટ નજીકની કરિયાણા ની દુકાન પર વેચી દેતા હોય છે. આવું જાણવા મળે ત્યારે આપણું મન પાછું પડી જાય બીજી વખત કોઈને પણ મદદ કરવા ..

Suhani. 2 year ago

બાળકો ને પૈસા જોઈએ છે જમવાનું કે નાસ્તો નહી. અને એમનો વ્યવહાર ખુબ જ ખરાબ હોય છે કય પણ બોલી દે છે..

Nilay 2 year ago

Aapvu joiye kem ke garib ane lachari ma jeevta loko pase aapni karta vadhare sapna hoy che

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now