હમસફર
દિવસભરના કામથી તું થાકી જઈશ અને ભીતરથી જ્યારે તું ભરાય જઈશ,
ત્યારે તારી પાસે કદાચ હું નહિ હોઈશ.
અલગારી બની કોઈ અજાણ્યા રસ્તે રખડવું હશે તારે,
કે દરિયાના મોજાંની જેમ ઉછળવું હશે.
ત્યારે તારી પાસે કદાચ હું નહિ હોઈશ.
તારા કરચલીવાળા ધ્રુજતા હાથ, કોઈ હૂંફની ઝંખના સાથે મને શોધતા હશે જ્યારે
ત્યારે તારી પાસે કદાચ હું નહિ હોઈશ.
પણ,
તારી અશબ્દ થઈ ગયેલી સંવેદના અને વહી જતી વેદનામાં હું જરૂર તારી સાથે હોઈશ.
હું સતત હાજર હોઈશ તારી કોઈ અવ્યક્ત ઇચ્છા અને સપનાઓમાં, જેને કારણે તું તારી ભીતરે સ્પંદનો અનુભવે છે.
તું દ્રવે છે તારા જીવનની ઘરેડમાં પણ જ્યારે તું અદ્રવ્યતા અનુભવ કરશે ત્યારે હું અદ્રશ્ય રીતે તારી સાથે જ હોઈશ.
આજે પણ હું સતત તારી સાથે જ છું.
હિર