તને, તારી અને મારી એક મુલાકાત લાગી,
મને એ મુલાકાત માં આખી જીંદગી લાગી ,
લગાવી ને આવી કાજળ તારા માટે પણ,
તને તો ફક્ત રાત કાળી લાગી.
આંખો માં હતું પ્રેમ નું વહાલ તારા માટે પણ,
તને તો એ ફક્ત પાણી જ લાગ્યું.
મેં કહ્યું, તું રોજ આવે છે મારા સપના માં
પણ તને એ ફકત સપના ની વાત લાગી.
મારુ હ્રદય પુકાર તું હતું તારું નામ,
પણ તને તો એ ફક્ત ધડકન જ લાગી.
હતી ઇચ્છા તારા બાહુપાશમાં સમાવાની,
પણ તને હું ફક્ત ખામોશ લાગી.
રાખ્યો મેં મારા પ્રેમ નો પ્રસ્તાવ તારા સામે,
પણ તને તો એ ફક્ત વાત જ લાગી.
તને, તારી અને મારી એક મુલાકાત લાગી, '' Maya ''
મને એ મુલાકાત માં આખી જીંદગી લાગી ,
-Shraddha''Maya''