આપણી રચનાઓ વિનામૂલ્યે પ્રકાશિત કરી જાહેરાતનો સારો એવો ધંધો કરાવતા હોઈએ. આપણા જેવા જ અનેક લેખકો દ્વારા લખાયેલી અદભુત રચનાઓથી સફળતાની સીડી ચડેલ પ્લેટફોર્મ કે એપ જો તમારી પાસે જ subscription ના પૈસા માંગે તો શું તમને દુઃખ ન લાગે?

250 થી વધારે બાઇટ્સ, 110 થી વધારે વાર્તાઓનું કલેક્શન વિનામુલ્યે તમે અર્પણ કર્યું હોય ફક્ત રાઇટ્સ તમારા રહે અને એને ડીલીટ કરવાના પણ એક્સેસ ન મળે તો શું તમને દુઃખ ન લાગે?

જો તમને પણ મારી જેમ આવા જ સવાલો હોય તો સમય છે Matrubharti ને લેખકો અને રચિયતાઓના મનની વાત કહેવાનો. આમાંથી ઘણાય મારી જેમ ત્રણ-ત્રણ વર્ષથી માતૃભારતી સાથે જોડાયેલા હશે અને આવેલા આ સબસક્રીપ્શનના મુદ્દાથી દુઃખી થયા હશે. એક સો ઉપર વાર્તાઓ લખ્યા પછી પણ આજે લખવા માટે પૈસા ભરવા પડે એવી પરિસ્થિતિમાં ઘણાં ઉભા હશે. તો શું આપણે અહીં લખીએ અને સબસક્રીપ્શન ન ભરીએ તો આપણે લખવાના હકને પાત્ર હોવા જોઈએ કે નહીં?

તમારા જવાબો મને કૉમેન્ટમાં લખીને મોકલો અને આજીજી કરું છું માતૃભારતીને કે જે લોકોની ઓલરેડી 50 થી વધારે વાર્તાઓ છે એમને ફ્રી સબસક્રીપ્શન આપો અને જો કોન્ટેન્ટ કોલીટી વાળો ન મળતો હોય તો સુધારા માટે રિજેક્ટના ઓપ્શન રાખો. 🙏🙏🙏

--
એક લેખકના મનની વાત

Gujarati Questions by Irfan Juneja : 111619602
Nikita panchal 3 year ago

ખબર નથી પડતી તમે પહેલા લોકો ને પોતાની એપ વાપરવા માટે પ્રોત્સાહિત કરો છો અને પછી જ્યારે એ ને આદત પડી જાય એટલે પૈસા માંગવાના મને તો એવું હતું કે ફકત વાંચવા માટે જ પૈસા ભરવા પડે છે આતો જબરું લખવાના પણ ભરવાના પૈસા

Irfan Juneja 3 year ago

Please support and raise voice!

Tinu Rathod _તમન્ના_ 3 year ago

મને તો એવુ હતુ કે બુક્સ વાંચવા માટે જ subscription લેવુ પડે છે. શુ લખવા માટે પણ એ ફરજિયાત છે ? અને જો એવુ હોય તો એ સરાસર અન્યાય છે. લેખકો થકી તો તેઓ કમાય છે. એમની પાસેથી પણ કમાણી કરે એ યોગ્ય નથી.

Umakant 3 year ago

Ya full fledge support 💪

Irfan Juneja 3 year ago

Thanks a lot for your support

HINA DASA 3 year ago

હા બરાબર છે એપવાળાને જવાબ તો આપવો જ પડે અથવા પોતાની પોલિસીમાં સુધારો કરવો પડે. અમે તમારી સાથે છીએ વિરોધમાં..

Irfan Juneja 3 year ago

કોઈ ન કરે. શરૂઆત થઇ ત્યારે એક એપિસોડ ના 500 રૂપિયા લેખકને મળતા એ બંધ થયા તો થયા પણ હવે તો ચારેય કોરથી કમાઈ જ લેવું છે ને આપવું કોઈને કઈ નથી.

HINA DASA 3 year ago

નવાઓને તક આપીએ છીએ એમ કહી હવે ઉઘરાણા ચાલુ કર્યા. કોણ નવો લેખક 200 રૂપિયા આપી લખવાનું પસંદ કરે.

Irfan Juneja 3 year ago

😀 app ma 1star aapvathi aapdi j ghate. Aapde j ahiya lakhiye chhiye. And biju e ke hu software field thi chhu so app banavnar development team pan demotivate thay so ena karta public reaction j best che e pan emna j platform par

ધબકાર... 3 year ago

સાહિત્યના નામે ધંધો છે. સીધી સિમ્પલ વાત છે. તો બહુ લોડ નઈ લેવાનો મોજમાં રેવાનું. અને સાચે જ લાગી આવ્યું હોય તો ગુગલ પ્લે સ્ટોરમાં ૧* કરો મારી જેમ. જય શ્રી કૃષ્ણ...

Irfan Juneja 3 year ago

Ha e j ne aapvu kai che nai ne subscription na ek varsh na 200 Rs aapvana

HINA DASA 3 year ago

ખૂબ સાચી વાત છે. સાહિત્યની એપ કહી ઇમોશનલ કરનારા હવે પ્યોર પ્રોફેશનલ થઈ ગયા. લખવાના પણ જો પૈસા ભરવા પડે તો લખનારને પણ પૈસા મળવા જોઈએ ને..

Irfan Juneja 3 year ago

Thank you mush for your support Aksha

Irfan Juneja 3 year ago

Thank you shefali ji aapni pase pan blue tick chhe chhata aape pan subscription lidhu e jani ne vadhare dukh thay che.

Aksha 3 year ago

Abhar nahi pn saty mate always sath rahese j..

Shefali 3 year ago

સાચી વાત છે, જૂના લેખકો જેમણે આટલો ફાળો આપ્યો છે જે mb ની શરૂઆતના સમયથી એમની જોડે છે એમને લખવા માટે પણ પૈસા આપવા પડે એ દુઃખની વાત કહેવાય..

Aksha 3 year ago

એક દમ સાચું છે...

Umakant 3 year ago

સુંદર મનની વાત. પ્રત્યાઘાત જરૂરી છે. 🙏

______ 3 year ago

Jemne blue tick chhe e loko ne free hovu joie...kem ke lekhako thaki j mb chhe

______ 3 year ago

Bahu j dukh ni vaat chhe ke lekhako pase thi aavi rite puchhe chhe...mane em ke only mara jeva vachako mate j hase subcription.

RUTVI SHIROYA 3 year ago

I am support with u

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now