મન ઉઘાડી પડદો ભીતર ત્યાં શું જોયું ?
સાચે‌ દર્પણમાં ખરેખર ત્યાં શું જોયું?

આંખો ફાડી વિખરાઈ ,જાણો તમે તો ,
દિવ્યતા માં તરબતર થઈ,ત્યાં શું જોયું?

નીલવર્ણો મા , હયાતી છે પ્રકાશિત ,
મેઘધનુષી ભાસ માંહી , ત્યાં શું જોયું?

નીલિમા જ્યાં છે છવાઈ જો‌ અનંતની,
ત્યાં નૂરાની જ્યોતિ રૂપે, ત્યાં શું જોયું ?

પાછા વળ્યા પામીને, પામી શું લીધું ?
સૃષ્ટિ આનંદમયી રૂડી , ત્યાં શું જોયું?

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111615760

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now