...#... વસુ અવતાર ...#...

આજે મારે વાત કરવી છે વસુ અવતારની...

રુકો... રુકો... રુકો...
આ વસુ... વળી કોણ?? ઘણાને તો ખબર જ નહીં હોય કે આવું પણ કોઇ છે...ખરું ને??

હવે હિન્દુ થઇને આપણને વસુ એટલે શું એ જ ના ખબર હોય તો તો આવી જ બન્યું ને આપણા હિન્દુત્વનું...
અરે આ વસુઓ એટલે એ... જ...
આપણા ૩૩ કોટી દેવતાઓ માંના ૮ દેવ...

અધધધ.... ૩૩ કોટી(કરોડ) દેવતા!!!???
હવે આટલા બધાને ક્યાં યાદ રાખવા....? ખરુંને??

ક્ષમા કરશો મિત્રો... તમારો કોઇ વાંક નઇ..


તો વાંક કોનો? દેવતાઓનો?
આટલા બધા કરોડ હોવું જરુરી હતું?
એકાદ - બે હોય તો ઠીકથી યાદ તો રહે ને? કાં??

તો મિત્રો... નથી કોઇ વાંક તમારો કે નથી ૩૩ કોટી દેવતાઓનો...
બધી મુસીબતની જડ છે આ આપણા ધર્મગુરુઓ... જે બે શબ્દો શીખીને બ્રમ્હાંડનું જ્ઞાન બાટવા નિક્ળ્યા છે...
તો ચાલો આજે જાણીએ... અત્‌ થી ઇતિ...

વાત જાણે એમ છે કે,
સૃષ્ટિના પ્રથમ વેદ એવા "ઋગવેદ"માં જણાવ્યા મુજબ બ્રમ્હાંડમાં કુલ ૩૩ કોટી દેવતાઓ છે.
હવે આ સંસ્કૃતના "કોટી" શબ્દમાં ઘણા-ખરા સારા-સારા ખાઇ ગયા થાપ. અને "કોટી"નો ભાવાર્થ કર્યો "ક..રો..ડ.."
અરે મૂર્ખાવ જરાક "સાબુ" તો વાપરવો હતો...
હા એ જ... સા.બુ.- સામાન્ય બુદ્ધિ..
કે અહિંયા ઋગવેદમાં "કોટી"નો અર્થ "કરોડ" નહીં અપિતુ "પ્રકાર"(વર્ગ) દર્શાવવામાં આવ્યો છે.
હા ૩૩ કોટી એટલે કે (૩૩ પ્રકારના)દેવતાઓ છે...
એટલે કે ફક્ત તેંત્રીશ જ... દેવતાઓ છે.
જે નીચે મુજબ છે.

૧૨ આદિત્ય
+ ૧૧ રુદ્ર
+ ૮ વસુ
+ ર અશ્વિનીકુમાર.
કુલ = ૩૩.

...
તો હવે મિત્રો...
આવતી પોસ્ટમાં કોના વિશે જાણવાનું પસંદ કરશો...???
આ ૩૩ દેવતાઓને વિસ્તારપૂર્વક જાણવાની ઇચ્છા છે?
કે પછી....
સીધા વસુ અવતાર વિશે જણાવું???

ઇચ્છા આપ સૌની...

જય ભોળાનાથ....

હર હર મહાદેવ... હર...

Gujarati Religious by Kamlesh : 111541704
Kamlesh 4 year ago

હા ચોક્કસ દિપાલીજી... નવી પોસ્ટમાં અત્‌ થી ઇતિ સુધીનું છે. જોઇ લેવા વિનંતી...

... Dip@li..., 4 year ago

👏🙌👏👏👏 પહેલેથી છેલ્લે સુધી નું જણાવો 😅

Kamlesh 4 year ago

ધન્યવાદ રવિનાજી..

Ravina 4 year ago

વાહ... સરસ માહિતી

Kamlesh 4 year ago

હા ભાઇ... જય ભોળાનાથ...

Devesh Sony 4 year ago

Neki or puchh puchh... Bhai sharu Kari j do... 👌 Jay Bholenath... 🙏

Kamlesh 4 year ago

અવશ્ય ગિતાજી..

Parmar Geeta 4 year ago

વિસ્તાર પૂર્વક જણાવો તો સારું રહેશે.. હર હર મહાદેવ 🙏

Kamlesh 4 year ago

હા... ચોક્કસ સોનલજી..

Sonalpatadia Soni 4 year ago

જ્ઞાન તો સંપૂર્ણ જ લેવાય અધૂરું નહીં.. માટે સમગ્ર 33 દેવતા વિશે....આભાર.

Kamlesh 4 year ago

હા... અવશ્ય બેનબા...

Kamlesh 4 year ago

અવશ્ય સંગિતાજી...

Kamlesh 4 year ago

ના રે ના.... હિનાજી... વિષય તો સાવ સ્પષ્ટ છે... આમાં ભ્રમ જેવું શું?? હા ૩૩ કોટી નો ભ્રમ છે બાકી સૌને હા હા હા... જે આપણે દૂર કરવો જ રહ્યો...

Kamlesh 4 year ago

ધન્યવાદ શિલુજી... ચોક્કસ...

Kamlesh 4 year ago

એ હા..ભાઇ... ચોક્કસ....

Kamlesh 4 year ago

ધન્યવાદ અલ્પાજી...

Kpj 4 year ago

Badhu j janavjo bhai

Sangita Behal 4 year ago

Please share information 🙏waiting eagerly ji

HINA DASA 4 year ago

ભ્રમિત કરતો વિષય લઈ આવ્યો તુંય બાકી

SHILPA PARMAR...SHILU 4 year ago

Are guru ji...janvu to pachi puru puru j janvu ne.....aadhu adhru mja na ave.... મારે તો બધું વિસ્તારથી જ જાણવું છે..... એમ પણ એક તમે જ છો ...જે મારા દરેક સવાલનો જવાબ આપી શકો છો.......... તમારી post વાંચી ને મને મારા ઘણા બધા જવાબો મળી જાય છે....😇

હરિ... 4 year ago

Haa.... 🎉🎉

Ketan 4 year ago

વિસ્તાર પૂર્વક જ જણાવજો ભાઈ...આપણે કાઈ ઉતાવળ નથી તમતારે...

Krishna 4 year ago

Wahhhhh Bhai ji srs mahiti che 🙏🙏🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now