#मृत

મૃત બનજે,
ત્યારે અમૃત બનજે !
સાથે સાથે અધિકૃત બનજે !
બાજી ગોઠવેલી આખી દ્યૂત બનજે !
બ્રહ્મની સામે, સાવ અનાવૃત બનજે !
છેલ્લી વાર સંયુક્ત બનજે !
દોમદોમ અદ્ભૂત બનજે !
મૃત બનજે...

©લીના પ્રતીશ

Gujarati Motivational by Leena Pratish : 111507535
Leena Pratish 4 year ago

Crystal clear is the thought. Am very much alive, not an ebot... ☺ ©

ધબકાર... 4 year ago

Not Never ક્યાં સુધી કહેશો.!? દિલને ભ્રમમાં રાખી કેમના રહેશો.!? ☺️

Leena Pratish 4 year ago

ચા પીધા પહેલા ય જોરમાં છું હવે never beforeમાં છું ☺ ©

ધબકાર... 4 year ago

સાવ આવું કરીશ તું મને નહોતી ખબર.! મારી મીઠાશ છીનવી જઈશ નહોતી ખબર, ચાનું તો ફક્ત બહાનું લાગે મને તારું હો... તું ચુસ્કી બીજા સાથે લઈશ નહોતી ખબર.

Leena Pratish 4 year ago

સાંભળ, હું જાઉં છું ફરી પાછી આવીશ કાંઈ વિચારી નહિ નિર્વીચારી આવીશ અત્યારે લાગે છે ચા સારી શબ્દો સામે અલેલટપ્પુ નહિ અલગારી આવીશ ©

Leena Pratish 4 year ago

Deleted erreneously...hope it was same વાત કરીને કર એમાં માલ નહિ આજે આમ કાલે તેમ કર એમાં માલ નહિ તું અટકી અટકીને કર એમાં માલ નહિ મારા કહ્યા પછી કર એમાં માલ નહિ ©

ધબકાર... 4 year ago

વાતો કરું ફક્ત લાગણીઓને વાચા આપવા, આજે આમ કાલે તેમ કરું મનને રાહત આપવા, અટકી આગળ જવું એવોજ સ્વભાવ છે મારો, કહી કરું એ ભાવ, લક્ષ્ય એજ દિલને ચાહત આપવા.

ધબકાર... 4 year ago

વાહ... કોણે કહ્યું હું તારા માટે તારો બનવા ચાહું છું.!? હું હીરાનો નહિ પથ્થર નો પ્રેમ પામવા ચાહું છુ.! હીરો તો ચંચળ છે જાણું કાલે છોડી પણ જાય, તારા આ પથ્થર દિલમાં વિસામો પામવા હું ચાહું છુ.!

Leena Pratish 4 year ago

મારા માટે નહિ તારા માટે બન જેવું તેવું નહિ સારા માટે બન કિંમતી બનવું જ હોય તો ખાલી હીરા માટે નહિ પારા માટે બન ©

ધબકાર... 4 year ago

વાહ... તું કહીશ હું એ બનીશ, તુ વિચારી તો જો, તારા માટે અમૃત બનીશ, તુ જીવન બની તો જો. અનાવૃત મન બની મારું તારામાં આવૃત થઈ જશે, તારા લાયક મને સમજી, તારો પ્રેમ જતાવી તો જો.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now