હું તરબતર પલળુ છતાં શેની તરસ વરસાદમાં?
તારી તલબ છે તું જ આવીને વરસ વરસાદમાં

મદથી છલોછલ આંખનાં જો જામ છલકાશે નહીં
ચાતક હૃદય ની તો પડે ખોટી ધગસ વરસાદમાં

જો એક ધ્રુવ ખેંચે બીજાને, દૂર થઈ શકશે નહીં
થાશો વિવશ દેવા પછી અમને દરસ વરસાદમાં

કોરા હ્દય પર પ્રેમની ભીની ગઝલ કંડારશુ
તો યાદ રહેશે આ ક્ષણો વરસોવરસ વરસાદમાં

મોસમને તો જાણે ચડ્યો છે કૈફ આ રસપાન નો
પાણી ની સાથે આજ ઘોળી છે ચરસ વરસાદમાં

છે પક્ષમાં કુદરત પછી શું ડર જગતનો રાખવો?
પરદો છે જલધારાનો, થઈ જા એકરસ વરસાદમાં


ચાહત

Gujarati Shayri by Chahat : 111504869
Chahat 4 year ago

આભાર બેન😊🙏

Chahat 4 year ago

સુંદર પ્રતિભાવ માટે આભાર 😊🙏🙏

મોહનભાઈ આનંદ 4 year ago

લાગણીની ભીનાશ , હોય તો અંકૂર ફૂટે વરસાદ માં ભાવ ઊર્મિ સદાય, લહેરાતી દિલમાં ફૂટેવરસાદ માં

મોહનભાઈ આનંદ 4 year ago

વાહ વાહ વાહ વાહ વાહ વાહ.. ખૂબ સુંદર અભિવ્યક્તિ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now