આજે વાત મારી બે ખાસ મિત્રોની છે ...
"નામ મેં ક્યાં રખ્ખા હે " એવું તો નહીં કહું અને એટલે જ ઓળખ આપવી જરૂરી છે .
અમારું એક એવું ગ્રુપ જેનું નામ પણ કમાલ છે ,
APJ એની નાની ઓળખ પણ નામ બહુ મહાન છે.
A ફોર એપલ નહીં પણ A ફોર અંજલી જે આ ગ્રુપ નો પ્રથમ કિરદાર છે ,
શુ કહું એની માટે મારા શબ્દો ને પણ એનો વિચાર છે !!!!!
કયારે મળી કેવી રીતે મળી એતો બધો જૂનો ઇતિહાસ છે ,
પણ વર્તમાન માં તો એ મારો મીઠો અહેસાસ છે .
અંજલિ તારા હોવાનો મને ઘણો ગુમાન છે ,
અને માટે જ તારા વર્ણન નો અહીં આટલો વ્યાપ છે.
P ફોર પિયુ ,. ના ના P ફોર પ્રિયા જે અમારા ગ્રુપ નો બીજો અધ્યાય છે ,
પિયુ એટલા માટે કેમકે એ એની એ અલગ જ ઓળખાણ છે .
છે હાઈટ માં નાની પણ લાગે હાથી જેવી એવો એનો અંદાજ છે ....
યાદ આવી ગઈ અમારી પ્રથમ મુલાકાત જેમાં અમારો ઝગડો જ "કારણહાર " છે !!!!!
કારણહાર એટલા માટે કેમકે અમારી દોસ્તી કંઈક એવી રીતે થઇ ,
હતી દુશ્મની પણ પછી મિત્રતા ક્રિષ્ના સુદામા જેવી થઇ .......
J ફોર જયસ્વિની જે હું પોતે છું ,
મારો પરિચય અંતે આપ્યો , તમને લાગશે કેવી હું મુર્ખી છું .
પણ મને આ મુર્ખામી જ પસંદ છે , કેમકે મારી આ બેઉ સહેલીઓ જ મારી ઓળખ છે .
અંતે હું એટલું કહીશ કે ,
"આપણી મિત્રતા કંઇક એવી છે,
જાણે ફેેેેસબુુક અને મેસેન્જર ની જોડી છે.....
શરુઆત એની થોડી અનોખી છે,
જાણે વોટ્સએપ ની પ્રથમ સ્ટોરી છે......
વાતની રસધાર કંઇક એવી છે,
જાણે હાઇકના સ્ટીકર ની વણજાર છે.......
આપણી મિત્રતા જેવી કોઈ જોડ નથી,
જાણે યુટ્યુબ ને રોકવાની કોઈ દોર નથી..."
-PRINJAL