...#... તો શું થયું? તું તો શિવ છે ને ...#...

હું આરાધું સદા તને,તોય તું ના આવ,
તો શું થયું?, તું તો શિવ છે ને...
રહેતો તારી મસ્તીમાં મસ્ત,તોય તું છેટો,
તો શું થયું?, તું તો શિવ છે ને...
તુજ સ્મરણે સુતો-જાગતો,તોય તું દૂર ભાગતો,
તો શું થયું?, તું તો શિવ છે ને...
તારા વૈરાગે થયો વૈરાગી,તોય રહ્યો અભાગી,
તો શું થયું?, તું તો શિવ છે ને...
રોમ-રોમ તારા જશ ગાવે,તોય તું સમીપ ના આવે,
તો શું થયું?, તું તો શિવ છે ને...
છે તારી જીદ્દ ,તો મારીયે "અનોખીપ્રિત" જોઇ લે,
હું ય તારો જ અંશ છું, જો તું શિવ છે....

Gujarati Religious by Kamlesh : 111234560
Kamlesh 5 year ago

ધન્યવાદ વર્ષાજી

Kamlesh 5 year ago

ધન્યવાદ મહોદયા

Kamlesh 5 year ago

ધન્યવાદ શેફાલીજી

Kamlesh 5 year ago

ૐ નમ:શિવાય

Kamlesh 5 year ago

સત્ય વચન સોનલજી... કસોટી રુપી અગ્નિમાં તપીને જ મહાદેવ સમ શુદ્ધ થવાનું છે...

Kamlesh 5 year ago

આ તો અલગારી મોજ બેના... આનો પ્રવાહ નિતનવો... ને... નવો...

Kamlesh 5 year ago

ધન્યવાદ ભાઇ

Sonalpatadia Soni 5 year ago

ભલે દૂર ભાગતો,છેટો રહેતો, પણ અંતે તો શીવ જીવને તેના સાનિધ્યમાં લેવા બેઠો જ છે.... કુદરત કસોટી પણ તેની કરે જે તેને પ્રિય હોય,તો પછી અનોખીપ્રીતની પણ ક્યારેક કસોટી થઈ જાય....

Piyusha 5 year ago

Kem kai lakhyu nthi bhavubhai...

Piyusha 5 year ago

શુ થયું ? કેમ એવું આજે ?

Kamlesh 5 year ago

ધન્યવાદ પ્રવિણભાઇ

Kamlesh 5 year ago

ધન્યવાદ અમિતાજી

Pravin Mokariya 5 year ago

વાહ વાહ ભાઈ સુંદર આરાઘના શિવજી ને

Amita Patel 5 year ago

વાહ વાહ.. એકદમ સરસ ..શિવભક્તિ માં કોક રમમાણ થઈ ને કેતુ હોય એમ અસરકારક

Kamlesh 5 year ago

વાહ... જીજી.... શિવ તો શિવ છે...

Tinu Rathod _તમન્ના_ 5 year ago

"ક્યારેક મિત્ર બની મસ્તી કરે, તો શું થયું, ! એ તો શિવ છે..." "ક્યારેક ગુરુ બની પરિક્ષા લે, તો શું થયું, ! એ તો શિવ છે... "

Kamlesh 5 year ago

ધન્યવાદ અબ્બાસ ભાઇ

Kamlesh 5 year ago

જય શિવશંભુ...ભાઇ

Devesh Sony 5 year ago

જય શિવશંભૂ... ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now