Quotes by "झરૂખો"️(zarna koladiya) in Bitesapp read free

"झરૂખો"️(zarna koladiya)

"झરૂખો"️(zarna koladiya)

@zarnak7484


લીલું પાંદડું
વાતે વાતે નીરખે
ફુલાતા નથી

-"झરૂખો"️(zarna koladiya)

આજ ફરીથી બિન મોસમ વરસાદ થયો,
કોણ જાણે રાત આખી કોની યાદમાં પડ્યો?
ને સવાર પડતાં કેમ વાદળાના હૈયેથી એ રડતાં ખર્યો?

-"झરૂખો"️(zarna koladiya)

Read More

એકલામાં સૈનિક સમજી હુકુમ ચલાવ્યા કરેય ખરા
અને
મહેફિલ જામતા રાજાનો તાજ પેહરાવી દે પણ ખરા
                              ..........મિત્ર છે મારા ખરેખરા

દુઃખમાં ખંભે માથું ઢાળી બેફામ રડી જાઈય ખરા
અને
મિત્રતાના સોગધ આપી આપડને રડવા ના દે પણ ખરા
                              ..........મિત્ર છે મારા ખરેખરા

રમતમાં બાજી જડમૂળથી હરાવેય ખરા
અને
શત્રુ સામે હારતા બાજી ફેરવી દે પણ ખરા
                           ..........મિત્ર છે મારા ખરેખરા

મૌન ધરી ક્યારેક કંઇક વાતનું રહસ્ય છૂપાડેય ખરા
અને
કલબલ કરી ક્યારેક માથાની નસ ખેંચી દે પણ ખરા
                         ..........મિત્ર છે મારા ખરેખરા

ખોટું બોલી મસ્તી કરી સથવારે મોજ કરેય ખરા
અને
પાછો ભાંડો ફોડી વાત કાઢી સુડિએ ચડાવે પણ ખરા
........મિત્ર છે મારા ખરેખરા

Read More

લાગણીની કેવી હુંફ છે, દિલમાં છે, આંખે લૂપ છે. ક્ષણ ક્ષણની ધૂપ છે, વરસાદમાં ઝાકળ બુંદ છે. સંબધોની અહીં ફૂટ છે, શ્વાસમાં એક કણ ધૂળ છે. કૃષ્ણનું અનેક રૂપ છે, રાધા તો પ્રેમનું સ્વરૂપ છે.

Read More

હું મનથી ઇચ્છુ કે તું મારુ દિલ ખોલાવડાવે,
પણ હું દિલથી દુવા એવી કરું કે તું મારુ મૌન તોડાવડાવે.

જો છળ કરશો તો હાહાકાર મચી જશે,
પોતાના અશ્રું દફનાવશો તો પોતાનું કતલ થઈ જશે,
વાત નાની અમથી જો સમજશો તો સુખ લહેરાઈ જશે,
આભારી થઈ જશો જો શ્વાસના તો જીવન અણમોલ થઈ જશે.

Read More

તું તૈયાર છે કંઇક સાંભળવા માટે,
પણ હું ચૂપ છું તને સાંભળવા માટે,

દિલમાં વાત લઈ બેઠી છું કેવા માટે,
પણ હું ચૂપ છું તને સાંભળવા માટે.

Read More

#આગળ


ખળખળ કરી આગળ
વહેતુ જ રેહવું
પથ્થરથી
કંઈ આડ ના આવે.

#શરૂઆત



સૂરજ ઉગતા એક ઝળહળ નવી શરૂઆત થઈ.
ભૂતકાળની એક વીતેલી અનોખી રાત થઈ.
મનના ખૂણે એક શાંતિની વાત થઈ.
ખુશીની એક ક્ષણ હાથ થઈ.
ઝરમર એક પળ થઈ.

Read More

#માળો

મરજી મુજબ હવે મજા માણવા દે,
એક પક્ષીને હવે એનો માળો ગુથવા દે,
પાંજરે પૂરી વર્ષોના વર્ષો ગુમાવ્યા, પણ
પાંખ ફેલાવી હવે તો કલબલ કરવા દે.

Read More