Quotes by Yash in Bitesapp read free

Yash

Yash Matrubharti Verified

@yashpatel1199gmail.com193940
(276)

#Ask

સવાલ અને જવાબ આ બે એવી મુંઝવણો છે કે જેનું નિરાકરણ જ આ બે પાસાઓ પોતે જ છે. ફરક માત્ર એક જ છે કે સવાલ વાસ્તવિક સ્થિતિ શોધવા માટે નું માધ્યમ છે અને જવાબ આ વાસ્તવિક સ્થિતિ નું સચોટ નિરાકરણ છે

Read More

મારા મતે દુનિયાનું સૌથી મોંઘુ perfume લાગણીછે કારણ કે તેની સુગંધ ક્યારેય જતી નથી
જ્યારે દુનિયાનું સૌથી સસ્તુ perfume પૈસો છે .
જે થોડોક સમય સારી એવી સુગંધ આપે છે પરંતુ સમય સાથે તે પ્રસરી જાય છે.

Read More

#ARTICLE 370
COMEDY

epost thumb

જે પ્રજા માટે જીવે છે
એ જ રાજા
અને
જે સત્તા માટે જીવે છે
એ જ રંક

ઘણા લોકો હજી સુધી એ નથી સમજ્યા કે

સંકલ્પ એટલે શું?

તો સંકલ્પ એટલે વચન
એક દ્રઢ વિશ્વાસ આપણો આપણી જાત પર
અને
બીજાનો આપણા પર

Read More

પોતાની કાબેલિયત અને ઈમાનદારીથી સિધ્ધિ ખરીદનાર


હંમેશા ખુશ રહે છે


જ્યારે


સંપત્તિ આપીને સિદ્ધિ ખરીદનાર


હંમેશા ચિંતા માં ખોવાઈ જાય છે

Read More

ઘણા લોકો હજી એક જ વિચારમાં જીવે છે કે મનુષ્ય અવતાર તો વારંવાર મળશે પરંતુ આતો સાવ ખોટી વાત છે ખરેખર તો મનુષ્ય અવતાર શું છે તે જાણો.

ભગવાન એક બેન્ક છે જેમણે આપણને જીવનરૂપી લોન આપી છે અને આ લોનની ભરપાઈ કરવા આપણે પૃથ્વી પર આવ્યા છીએ અને આ બેંકની લોનની ભરપાઈ માટે કર્મ નામનો પૈસો અતિ આવશ્યક છે અને આ લોનની ભરપાઈ આપણે વ્યાજ સહિત ચૂકવવી પડે છે મોતના અંતે અને પછી પછી જીવનની નવી લોન શરૂ થાય છે આમ આ જીવનનું ચક્ર ફર્યા કરે છે.

Read More

આ દુનિયામાં સૌથી અઘરું કામ શું છે ખબર છે?


એ છે મહેનતથી પૈસા કમાવા

અને

આ દુનિયામાં સૌથી સહેલું કામ શું છે ખબર છે?


એ છે પૈસા ઉડાવવા

Read More

કોઈનું અપમાન કરતા પહેલા પોતે મનથી કે અરીસા આગળ ઊભા રહીને પોતાનું અપમાન કરી દેવું અને પછી તેનું અનુકરણ કરવું અને જોવું કે તમે તમારું કરેલું અપમાન તમને કેટલી ઠેસ પહોંચાડે છે શું એ તમને દુઃખ આપે છે કે સુખ તે જુઓ આમ જો આપણે બીજાને અપમાનીત કરીશું તો જે આપણે અરીસા આગળ ઊભા રહીને કે આપણે આપણી જાતનું મનથી કરેલું અપમાન યાદ આવશે અને એ લાગણી સતત યાદ રહેશે કેમકે કોઈપણ વ્યક્તિનું અપમાન કરવું સહેલું છે પરંતુ આ દુનિયાનું સૌથી અઘરું કામ છે પોતે પોતાનું અપમાન કરી નથી શકતા અને સહન પણ નથી કરી શકતા તો આપણને પણ કોઈ અધિકાર નથી બીજાનું પણ અપમાન કરવાનું.

Read More

અપમાન



આ એક એવો શબ્દ છે


જે હથિયાર કરતાં પણ ઘાતક છે