Quotes by YASH DESAI in Bitesapp read free

YASH DESAI

YASH DESAI

@yashdesai171801


ફેંકી ને ફાઇલ તમે મારી સાથે રમવાતો આવો....
સૂટ બુટ ફગાવી ને તમે ચાંદા મામા થઈ આવો...

કહેતાં તા' નાની તમારા બાળપણ ની વાત,
એમ ફરી પાછા તોફાની ટારઝન થઈ જાઓ....

ઘરમાં હું કરું ધમાલ મસ્તી ,
એમ તમે રમખાણ મચાવો....

મારી જેમ થઈ ને બેફિકર બાઘડ બીલ્લા થી
તમે ફરી પેલા સત્તર સિઁગ઼ા ને પણ હંફાવો...

સાચવી સાચવી ને રંગ બહુ પૂર્યા...
થોડું તો આમતેમ લીટોડા કરી આવો....

મમ્મી ને કહું હું બધી જ વાત એમ,
તમે નાની પાસે ઠલવાઈ જાઓ....

આઠ થી આઠ ની ઘડિયાળ થી કંટાળો તયારે,
પહેલા મનાવવાનો યશ લેવા મામા થઈ આવો!!

Read More

નર - સિંહ પગલે...!!

શું થયુ?

epost thumb

ઉઘાડ તો ખરા!!

તારી લાગણીઓ નાં પરબીડિયા ઉઘાડ તો ખરા...
તોડી મૌન નું તાળું ને શબ્દનાં પટારાને ઉઘાડ તો ખરા...

જો ને સોનેરી જાનૈયાઓ આવ્યા આંગણિયે , અંતરની બારી ઉઘાડ તો ખરા...
ખખડાવે યશ સાંકળો , તું દિલ નાં કમાડ ઉઘાડ તો ખરા...

Read More

મનગમતું માવઠું...!!

ગરવી ગુજરાતણ....

ગુજરાતી નાર ને સમર્પિત મારી લાગણીઓ...