Quotes by vishnusinh chavda in Bitesapp read free

vishnusinh chavda

vishnusinh chavda Matrubharti Verified

@vishnusinhchavdagmai
(553)

નાનેરો ચિત્રકાર

રાજગઢી

# Garba RockStar
મિત્ર મેહુલ લુહાર ના કાંઠે ગામડા ની નવરાત્રી માં ગામઠી ગરબો

epost thumb

#MKGANDHI
મારા મતે ગાંધીજી એ વ્યક્તિ નહીં પણ એક વિચાર
છે. જે આજે દરેક વ્યક્તિ માં હોવો જોઈએ. જેથી
દેશની ઉન્નતિ અને પ્રગતિ માં સહભાગી બનીશકે. જાતી
વાદ નું આ ગંદું રાજકારણ બંધ કરી હિન્દુ મુસ્લિમ
ભાય ચારો વધારીને દેશને પ્રગતિ ના પંથે આગળ વધારી
શકાય. ગાંધીજીએ પણ દેશ માટે આવું જ સપનું જોયું હશે. જે વ્યક્તિ પોતાનું આખું જીવન દેશ માટે સમર્પિત
કરી દિધું તે વ્યક્તિ અત્યારે ખાલી નોટ, ફોટાઓ, તથા પુતળાઓ માં જ છે. એના વિચારો નું શું ? ખાલી ૨ ઓક્ટોબરે યાદ કરીને ભુલી જવાનું.ગાંધીજી ના સપનાનું
ભારત ક્યાં દેખાતું નથી.આ જોઈ ગાંધીજી પણ કેટલા દુ:ખી હશે.‌..

Read More

ગુર્જર સમ્રાટ સિદ્ધરાજ જયસિંહ

સિધ્ધરાજ જયસિંહ સોલંકીએ આપણને સમૃદ્ધિ આપી
અનંત ધનભંડારો આપ્યાં, કૃષિ આપી, વાણિજ્ય આપ્યું,
વ્યવસ્થા આપી, કલા , સાહિત્ય સંસ્કાર અને સંસ્કૃતિ આપી, આજે પણ ગુજરાત સિધ્ધરાજ જયસિંહની સરખામણી ફકત પરદુ:ખભંજન રાજા વીર વિક્રમ સાથે જ
કરે છે. ગુજરાત માં જો કોઈ પુણ્યશ્લોક રાજા થયો હોય તો તે સિધ્ધરાજ જયસિંહ સોલંકી જ થયો.કે જેના વખતેને ગુજરાત નો સુવર્ણકાળ કહેવાય છે.તોય અમૂક લેખકો એ તેના ચારિત્ર્ય ને ગંદું, ચારિત્ર્યહિન ચિત્રીને
તેને ખુબ જ અન્યાય કર્યો છે. તેઓના જેવો સંયમી, શિવભક્ત, મહાપ્રતાપી, ગરવો તેજપૂજથી ઝળહળતો રાજવી કોઈ થયો નથી. તોય આપણે એમને ન્યાય કર્યો નથી.આવુ ક્યાં સુધી ચાલશે. જય ગરવી ગુજરાત
આભાર

જય સિધ્ધરાજ જયસિંહ સોલંકી

Read More

મીઠા સંભારણા
 ઉત્તર ગુજરાત નામેઘાણી એવાં લેખક શ્રી મફત રણેલાકર ની એક યાદગાર મુલાકાત તેઓના ઘણા પુસ્તકો વાંચેલા પણ કોઈ વાર મુલાકાત નહીં થયેલી આ     
વખતે તેમની મુલાકાત કરવીજ તેવું વિચારી ને અમે નિકળી 
પડ્યા હતા. ચેતનસિંહ ઝાલા ગુંજાલા , વિષ્ણુસિંહ ચાવડા 
પેથાપુર , મહેશ ઠાકોર નુંગર મોઢેરા સૂર્યમંદિર મુલાકાત વખતે રસ્તામાં આવતા રણેલા ગામમાં લેખક શ્રી ના ઘરે મુલાકાત લિધી તેઓની સાથે લોકસાહિત્ય વાતો કરી હતી તેઓએ ખુબ વિનમ્રતા થી પોતાના પંથકમાં બનેલી વિરતા ભરેલી વાતો સુરાઓના પાળિયા વિશે અને સતીયોની વાતો તેમજ સંતો ની વાતો જણાવી હતી ખુબ ખુબ આભાર લેખક શ્રી નો 

મફત રણેલાકર
લેખક શ્રી મફત રણેલાકર નો જન્મ રણેલા ગામમાં (તા.બેચરાજી.જિ.મહેસાણા) તા.૧/૫/૧૯૪૭ ના રોજ
થયો હતો.તેમનુ મૂળ નામ મફાભાઈ ચેલાભાઈ રબારી
તેઓ દૂધ સાગર ડેરી મહેસાણા માથી નિવૃત્ત થઈ હાલમાં
પોતાના ગામ રણેલામા ખેતીનો વ્યવસાય કરે છે.તેઓને
ઉત્તર ગુજરાત ના મેઘાણી પણ કહેવાય છે તથા ઉત્તર ગુજરાત રત્ન પણ કહેવાય છે.તેઓએ ઉત્તર ગુજરાત લોકસાહિત્ય ને ગૌરવવંતુ નામ અપાવવા માટે લોકસાહિત્ય ના શ્રેત્રે ખુબ જ મોટું યોગદાન આપ્યું છે.
તેઓના પુસ્તકો ઘણા છે તેમાંથી થોડા ઘણા પુસ્તકોની યાદી
૧ રૂપેણ કાંઠાની લોકકથાઓ
૨ રંગ છે ગઢવા
૩ રૂપેણની રસધાર
૪ કુંવારા જીવતર ના બલિદાન
૫ કુરબાનીના કફન
૬ પાણા ઝાઝા ને પીર થોડા
૭ એવા સતિયા કોક
૮ મડદાં ઝાઝા ને મીર થોડા
૯ સાગ સીસમના ઢોલીયા 
૧૦ ધડ ધિગાણે માથા મસાણે

Read More

# THANK YOU TEACHER
સદગુરુ મળિયા મારા સંશય 
નેં લખ રે ચોરાશીથી છોડાયો જી...
આજના જમાનામાં શિક્ષણ ડિજિટલ અને કોર્મિશયલાઈઝેેશન થઈ ગયું છે. શિક્ષકો હવે ભણાવવા નહીં
પણ ખાલી નોકરી કરવા આવે છે.વાક શિક્ષકો નો નથી પણ
સિસ્ટમનો છે.એમા બિચારા શિક્ષકો શું કરે.અત્યારના વિધાર્થિઓ ટીચર્સ ડે પર કાર્ડ ગિફ્ટ આપીને ભૂલી જાય છે.
અને સરકાર શ્રેષ્ઠશિક્ષકનુું ઈનામ આપીને ! બીજું કંઈ ન થઈ
શકે તો શિક્ષક, ગુરુ,નેં આદર સન્માન આપવું જોઈએ.ગુરુ 
પરંપરા માત્ર નૃત્ય અને સંગીત માં સચવાઈ છે. ગુરુ, શિક્ષક,
ટીચર્સ, માસ્તર,સાહેબ,એ શબ્દ સાંભળીએ એટલે ગુરુ દ્રોણાચાર્ય , અર્જુન, અને એકલવ્ય, અચુક યાદ આવે એમાંય એકલવ્ય નું બલિદાનએ શ્રેષ્ઠ ટિચર ડે ગીફ્ટ આપી કહેવાય...
ગુરુ બ્રહ્મા, ગુરુવિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર
ગુરુ સાક્ષાત, પર બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરૂવે નમઃ

Read More

                                  મેરા કૃષ્ણ
કૃષ્ણ, કાન્હો એ ગુરુ, નેતા, ભાઈ, મિત્ર, પુત્ર,પ્રેમી,પતિ બધાંજ
વ્યક્તિનીઓમા શ્રેષ્ઠ વ્યક્તિ એટલે પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે.અત્યારના સમયમાં પાપના ભારથી પૃથ્વી પીડાઈ રહી છે.
પાડોશી દેશોએ પાપની માજા મુકી છે.દેશમાં અફરાતફરી,
ભ્રષ્ટાચાર, લુંટફાટ, બલાત્કાર થઈ રહ્યાં છે.તો હે શ્યામસુંદર
કૃષ્ણ તમે ધરતી પર આવીને આબધા અત્યાચાર ખતમ કરો
બહેનોના ચિરપૂરો જે રીતે દ્રૌપદી ના ચિર પુર્યા હતાં.તમારી
ગૌમાતાની તો હાલ શું કહેવા તેઓનું રક્ષણ કરો.સમાજના
દુષણ કુરિવાજો છે.તેને તમેજ બંધ કરાવી શકશો.અત્યારે
તો હે મુરલીધર કૃષ્ણ તમારી આ દેશ ના દરેક નાગરિકને
જરુર છે.વહેલામા વહેલાં પધારો આ ધરતી પર બસ
આટલું જ કહેવું છે. આવાં છે મારા કૃષ્ણ જય મુરલીધર

Read More