Quotes by Rudrarajsinh in Bitesapp read free

Rudrarajsinh

Rudrarajsinh Matrubharti Verified

@vijaysinh194627
(73.3k)

આંખમાં મૃગજળ ભરીને શોધીશ નહિ મુજને,

જયાં શોધીશ ત્યાં તું પામીશ અન્યત્ર મુજને.

- રુદ્ર રાજ સિંહ

જેની હતી આશ વર્ષો પહેલા,
વર્ષો પછી એ આજ મળી છે.

બંધ મુકાયેલી હતી એ કલમ,
વર્ષો પછી એ આજ ખુલી છે.

અરે !
લખવા જતો હતો હુ એ શાયરી,
લખાણી એ કવિતા મુજ ડાયરી.



- રુદ્ર રાજ સિંહ

Read More

દેખાય એ બધું ક્યાં સત્ય હોય છે...?
દ્રશ્ય પાછળ પણ કશુંક તથ્ય હોય છે.

સમજે છે દુનિયા જે મૃગજળ હોય છે.
અહીં અસત્યને પણ સત્ય સમજાય છે.

લી. રુદ્ર રાજ સિંહ

Read More

કસોટી છે આ આશાવાદી જિંદગી,
આશ્ચર્યમુગ્ધ આ નિજની જીંદગી.

ના શાસ્ત્ર ના શસ્ત્ર ના અસ્ત્ર છે અહીં,
છતાં ચિરસ્મરણીય છે અહીં જિંદગી.

ખેચર જળચર ભૂચરમાં છે આ જિંદગી,
તાળીમિત્ર જેવી અનોખી છે આ જિંદગી.

યાવચ્ચદ્રદીવાકરો સુંધી ચાલશે આ કસોટી,
જનશ્રુતિ મુખે બોલશે આ જિંદગીની કસોટી.

ઓતપ્રોત છે આપણી જિંદગી અને કસોટી,
કીમકર્તવ્યમુઢ કરશે આ જિંદગીની કસોટી.


🦁 લી. રુદ્ર રાજ સિંહ

Read More

મુજ હૈયામાં,
તુજ હૈયાનો કોઈ,
છે જાણે અંશ.

વિતાવી પળ,
સમાયો તુજ મહી,
છતાં બહાર.

તુજ હૈયામાં,
બદલાયા છે સ્થાન,
એ રાખ ભાન.

હતી મુજમાં,
છે અત્યારે અન્યમાં,
હવે પછી ક્યાં?

લખું કાગળ
પણ તારું હવેનું
સરનામું ક્યાં?

- રુદ્ર રાજ સિંહ

Read More

ઈર્ષાનો સીધો મતલબ એ જ છે!

કે સામેવાળો તમારાથી શ્રેષ્ઠ છે!!



- રુદ્ર રાજ સિંહ

પગમાં વાગેલી ઠોકર સાચવીને ચાલતાં શીખવાડે છે.....!!

અને

મનમાં વાગેલી ઠોકર સમજદારીથી જીવતાં શીખવે છે.....!!


- રુદ્ર રાજ સિંહ

Read More

R

નથી આદત મને કંઈ સહેવાની,

છતાં વાત નથી કંઈ કહેવાતી..




-Rudrarajsinh