Quotes by Daily Quotes in Bitesapp read free

Daily Quotes

Daily Quotes

@vig9702


.

.

.

.

કે હરિ મારી સાથે બોલે નંઇ,
હું મૂંઝાઉ મારી ભુલ થઈ છે કંઇ...

હરિના મૌનની પીડા કેવી કોઈ અમને પૂછે..,
હરિ લે મોઢું ફેરવી તો કોણ આંસુડાં લુંછે,
આ અબોલા જશે મારો જીવ લઇ..
કે હરિ મારી સાથે બોલે નંઇ...

હરિની વાણી, હરિ ગીતો, હરિ બોલની હેવાઇ,
હવે મૂકોને રીસ, અળગી રહેવા નથી ટેવાઇ..
જશે મારા પ્રાણ, બોલશો શું તંઇ?
કે હરિ મારી સાથે બોલે નંઇ...

'સ્પર્શ'
Archana kakadiya

Read More

.

.

.

ટેક્નોલોજીએ આપણી સહનશીલતા ઘટાડીને શૂન્ય પર લાવી દીધી.. મહિનાઓ સુધી કોઈ સંદેશા કે પત્રની રાહ જોઇ શક્તો માણસ 5 મિનિટ સુધી કોઈનો reply ના આવે તો પણ બેચેન થઈ જાય છે..
#શૂન્ય

Read More