Quotes by VIKAT SHETH in Bitesapp read free

VIKAT SHETH

VIKAT SHETH Matrubharti Verified

@vicky7524gmail.com202928
(471)

રામ જેવા બનો તો ૮૦૦૦ વરસ પછી પણ છીનવાયેલો હક્ક પાછો મળે એ પણ લોકોની બહુમતી સાથે....
🚩

અમુક લોકો પોતાની જીદ્દ અને અકડમાં કીંમતી સંબંધ ખોઈ બેસે છે,
જ્યારે અમુક લોકો સંબંધ સાચવવા માં પોતાની કદર ખોઈ બેસે છે.

Read More

વ્યક્તિ તમારી સાથે જે દિવસથી બોલવાનું બંધ કરે એ દિવસથી તમારા વિશે બોલવાનું શરૂ કરે છે.

ઉતરાયણ ચાણક્યની જેમ જીવનનીતિ શીખવાડે છે.

(૧) જ્યારે પવન ઓછો હોય ત્યારે લપેટી લેવું.
(૨) પવન જોરદાર હોય ત્યારે દોરી છોડીને ઊંચે ઉડવું
અને આપણો પતંગ સ્થિર કરવો.

આ બધું ખબર ના પડતી હોય તો એ લોકો ઝટકા મારી મારીને પતંગ ઉંચો રાખવા પ્રયત્ન કરતા રહેતા હોય છે.
એમાંય અમુક જણને પતંગ ઉંચો
રાખવાનો શોખ હોય છે એમાંય અપવાદરૂપ લોકો તો પવનથી ઉંધી દિશામાં પતંગ ઉંચો કરવા પ્રયત્ન કરતા રહેતા હોય...

અમુક લોકો તો એવા સાહસિક હોય કે પતંગ ચગાવતા સરસ આવડતી હોય અને અન્ય ધાબાનો ઉતરાયણનો અનુભવ ના હોય છતાંય બીજા ના ધાબા પર જવાનું નક્કી કરે. કોઈકની વાતમાં આવી જઈને ધાબા બદલવાનો ઉતાવળે નિર્ણય લે.
જે અન્યના ધાબા પર જવાનું હોય એ ઘાબાવાળો તો એમ જ કહેતો હોય "અમારી આજુબાજુ માં ક્યાં કોઈને પતંગ ચગાવતા(ધંધો કરવા) આવડે છે. તું આય ખાલી એક વાર અમારા ધાબા પર (અમારા એરીયા માં) હું ગેરન્ટી આપું છું તારે બીજો પતંગ નહીં જોઈએ. તારે તો એક જ પતંગમાં ઉતરાયણ પુરી થઈ જશે.'
આ સાહસિક અન્યના ધાબા પર જઈને પહેલા તો પવન કંઈ બાજુનો છે એ જોયા વગર ઉંધી દિશામાં પતંગ ચગાવવાનો ચાલું કરી દે.
પછી થોડીવાર રહીને ખબર પડે એટલે યોગ્ય દિશામાં સરખો પતંગ ચગે એટલે કોઈક કાપી જાય.
(નવા વિસ્તારમાં ધંધો કરવાવાળાઓની જેમ)પહેલી પતંગ તો કપાઈ જ જાય અને એને ભાન સાથે જ્ઞાન આવે પછી જો હાર પચાવીને શરમ બાજું પર મુકીને બીજી પતંગ ચગાવવા લાયક હશે તો અનુભવ પ્રમાણે ચેતતા રહીને ફરીથી ચગાવીને ઉંચે ચડાવી શકશે.
વાત આટલેથી અટકતી નથી ઘણા સાહસિકો તો એટલા ખતરનાક હોય કે બીજાના ધાબા પર આજુબાજુમાં સેટિંગ(સિગારેટ,છોકરી કે દારૂ) થઈ જાય એટલે પતંગ બાજું પર રહી પણ આવા ભારતરત્ન જેવા સાહસિકો ની ઉત્તરાયણ તો સેટિંગ માં જ પતી જાય અને ઘરના લોકોની ઉત્તરાયણ(જીવન) બગાડે એ અલગથી.

(૩) કંઈ જ ખબર ના પડતી હોય તો ડાફોળિયાં માર્યા વગર કોઈકની ફીરકી પકડીને ઊભા રહેવું. ક્રેડિટ (ચીકી અને તલના લાડુ) તો મળશે. અમુક શાંત લોકોની જીંદગી તો ફીરકી પકડવામાં જ શાંતિ થી પતી જતી હોય છે. ધંધામાં ખબર ના પડતી હોય એટલે ફીરકી પકડવાનું કામ કરવાનું(નોકરી કરવાની).
જેની ફીરકી પકડી હોય એની પતંગ કપાઈ જાય કે પછી કોઈ કારણસર પતંગ ઉતારી દે તો બીજાની ફીરકી પકડવાની. આમને આમ ફીરકી(નોકરી) માં ઉતરાયણ સમી આખી જીદગી પતી જાય.

આ છે ઉતરાયણ નીતિ સંક્ષિપ્ત માં
હેપ્પી ઉતરાયણ
વિકટ શેઠ

Read More

હું ત્રિરંગો અડધી દાંડી એ ફરકાવવા માગું છું.
કોરોના કાળ માં આપણા દેશના શહીદ થયેલા નાગરીકો અને કોરોના વોરીયર્સને શ્રદ્ધાંજલી આપવા માગું છું.
ભારત માતા કી જય

Read More

અરે ભારતવાસીઓ, ઈલોન મસ્કને ભારતમાં બિઝનેસ ચાલું કરવો છે. ધંધો ચાલું થશે પછી તો એ ભારતમાં થી બહું કમાઈને જશે....
પાર્ટી મોટી છે. એટલે જ્યાં સુધી એ દરેક ભારતીય ને લાખ-લાખ ના આ'લે ત્યાં સુધી એને ભારતમાં ઘુસવા દેતા જ નહીં.. ધંધો એણે કરવો છે એટલે ઉંધો પડીને આવશે.
(એક અમદાવાદી)

-VIKAT SHETH

Read More

લુધિયાણા કોર્ટમાં બ્લાસ્ટ-
હવે તો કોર્ટ પણ સુરક્ષિત નથી.
હવે કોર્ટ ને સુરક્ષા ની જરૂર છે.

રાજનીતિ સેવા છે કે નોકરી?
જો સેવા છે તો પગાર અને પેન્શન શા માટે??
અને...
જો નોકરી છે તો યોગ્યતા અને પરીક્ષા કેમ નહીં?!

Read More

3 વરસ પહેલા આજની તારીખે 'અમદાવાદ નેશનલ બુક ફેર' માં માતૃભારતી ના સ્ટોલ પાસે ગયા. લેખક કેવી રીતે બનવું એ માટે થોડી ઈન્ક્વાયરી કરી. આજરોજ કહી તો શકું છું કે હું લેખક પણ છું. આભાર માતૃભારતી - વિકટ શેઠ

Read More