Quotes by Vibhuti Desai in Bitesapp read free

Vibhuti Desai

Vibhuti Desai

@vibhutidesai
(14.2k)

ગણેશ વિદાય
ફાટ્યું આભ
મેહ
વરસ્યો અનરાધાર.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા.
બીલીમોરા.

રાધાષ્ટમીની શુભેચ્છા.

રાધા માધવ
વાંસળી કેરા સૂરે
ડોલી ઉઠતાં.

રાધા માધવ
જગ પ્રખ્યાત જોડી
થઈ અમર.

રાધા માધવ
નિઃસ્વાર્થ પ્રેમ કથા
વાંચવી ગમે.

ઝૂલે રાધાજી
ફૂલ કેરે હિંડોળે
ઝૂલાવે શ્યામ.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા.
બીલીમોરા.

Read More

વયસ્ક નાગરિક દિવસની શુભેચ્છા.

સંતાનો પાસે
જોઈએ છે સમય
મળશે ખરો!

બન્યું ખંડેર
જીવન વૃધ્ધો કેરું
ઘરડા ઘરે.

હૈયું દુભાયું
વૃદ્ધાશ્રમ દ્વારેથી
પરત લાવ્યા.

બંને આંખોના
નેત્રમણિ છલકાયા
ઘરડા ઘરે.

વરદાન દે
બંધ કરાવી દઉં
ઘરડા ઘર.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા બીલીમોરા

Read More

પ્રભુ સાથેનો સંવાદ.
દાંડી ભાગલનાં દરિયાકિનારે બાંકડા પર બેસી, રેતીમાં રમતાં બાળકને નિહાળી રહી હતી, ત્યાં જ પ્રભુ પ્રગટ થયા.મને પૂછવા લાગ્યા," વિભૂ, તું શું વિચારમાં છે,આવા સરસ માહોલમાં કોઈ કવિતા વિચારે છે કે વાર્તાનો પ્લોટ?"
પ્રભુની વાત સાંભળીને મેં કહ્યું," તું તો અંતર્યામી છે, ઘડી પહેલાં અંહીયા બનેલી ઘટના તારાથી આજાણી તો ન જ હોય છતાં મારાં મુખે સાભળ," બાળકે રેતીનું ઘર બનાવ્યું અને નજીકમાં જ મોટાં ભૂંગળામાં એની મા‌ સાથે રહે ત્યાં પહોંચ્યું,મા પાસેથી તિરંગો લેવા, એટલામાં જ એક હેલિકોપ્ટર આવ્યું,ઘર ઘર તિરંગો ફરકે છે કે કેમ એ જોવા માટે નેતાને લઈને. રેતીના ઘરની નજીકથી પસાર થતા
હેલિકોપ્ટરના પંખાએ બાળકે બનાવેલ રેતીનું ઘર નેસ્ત નાબૂદ કરી નાખ્યું.
તિરંગો લઈને આવેલા બાળકે પોતાનું રેતીનું ઘર પડી ભાંગેલું જોઈને રડતાં રડતાં મા પાસે જઈને કહેવા લાગ્યો," મા, આપણું ઘર નથી એટલે રેતીનું ઘર બનાવ્યું અને એની ઉપર તિરંગો લગાવવા પરંતુ એ તો પડી ભાંગ્યું" ત્યારે માતાએ દીકરાને શાંત પાડીને કહ્યું," બેટા, પ્રભુ જે કરે એ સારા માટે જ.આમ પણ રેતીનું ઘર તિરંગો લગાવ્યા બાદ મોજાની થપાટે તૂટતે તો તિરંગો પડી જતે મોજા ભેગો પાણીમાં જતે અને એ તો તિરંગાનુ અપમાન કહેવાય.લાવ હું તને લગાવી આપું." એમ કહી માએ ઝાડ પરથી મજબૂત ડાળી કાપી, માર્ગ પર નાખવાનું ગરનાળું કે જેને ઘર માનીને એમાં રહેતા ત્યાં ડાળી જમીનમાં ખોસી સાથે તિરંગો મજબૂત બાંધીને ફરકાવ્યો.
હવામાં લહેરાતા તિરંગાને જોઈ ખુશ થયેલા બાળકે સલામી આપી ખુશ થતાં બુલંદ અવાજે બોલ્યો , "વંદે માતરમ્,શહીદો અમર રહો."
બસ, પ્રભુ આ દ્રશ્ય જોઈને હું વિચારતી હતી કે હર ઘર તિરંગાનું સૂત્ર મળ્યું એટલે જે તિરંગા ઘર પર ફરક્યા એ રાજી પરંતુ ફરક્યા વિના રહી ગયેલા તિરંગા કહે છે કે એવું સૂત્ર આપો," હર તિરંગા કે પાસ એક ઘર" બોલ પ્રભુ," છે આનો કોઈ ઉપાય તારી પાસે?" પ્રભુ મારી તને એક જ અરજ કે" કોઈ તિરંગો ઘર વિહોણો ન રહે એવી સદ્બુદ્ધિ આપજે."
' પ્રભુ..... પ્રભુ.... પ્રભુ કંઈક તો બોલ. અરે....અરે...આમ જવાબ આપ્યા વિના જાય તે કેમ ચાલે!"
હું બોલતી રહી અને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.

Read More

પાવલીનું આક્રંદ

શું મારો ઠાઠ હતો ?
શું મારો વટ હતો ?
શુભ કાર્ય મુજ વિણ નકામું
શુભ કાર્યમાં પહેલી જરુર મારી
મારા વગર રુપિયો અધૂરો.
અરે! રુપિયાનું સર્જન જ મારા થકી
કિંતુ રુઠ્યાં મારાં નસીબ
એક ગોઝારી ક્ષણે સરકારને કમતિ સુઝી
બહાર પાડ્યો ફતવો મારાં મરણનો
૧લી જુલાઈ ૨૦૧૧ મારુ ડેથ સર્ટીફીકેટ સાઈન થયું
બસ,મારી આવરદા ૩૦જૂન નક્કી થઈગઈ
મુજથી નાનેરા વીસકાનું અસ્તિત્વ છે.
વીસકાથી મોટીહું ભૂંસાઈ ગઈ.
શુકનમાં સવાનું મહત્વ,
હવે શું કરશે બિચારા ગોરબાપા!
મુજ વિણ ઝૂરશે મારો સાથી રુપિયો
દોસ્તો સાચવી લેજો મુજ સાથીને
અંતિમ મારી અપીલ છે આપને .

વિભૂતિ દેસાઈ ઘાસવાલા બીલીમોરા.

Read More

લાભપાંચમની શુભેચ્છા.

લાભપાંચમે
આપ પધાર્યાં!
રહી ગયાં દિલમાં.
દિલ રંગાયું,
આપનાં પ્રેમે.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા,બિલીમોરા.

Read More

શીર્ષક :- ગરબે રમવા આવ

નવરાત્રીનાં આવ્યાં રૂડાં નોરતાં
કે માડી તું (૨)ગરબે રમવા આવ.
ભક્તો જુએ છે તારી વાટડી
કે માડી તું (૨)ગરબે રમવા આવ.
માડી આવે તો તને મુગટ પહેરાવું,
કે માડી તું (૨) મુગટનાં તેજે આવ.
માડી આવે તો તને હીર કેરાં હાર પહેરાવું,
કે માડી તું (૨)હીરલાનાં ચમકારે આવ.
માડી આવે તો તને ચૂડલા પહેરાવું,
કે માડી તું (૨)ચૂડલાનાં રણકારે આવ.
માડી આવે તો તને ઝાંઝર પહેરાવું,
કે માડી તું (૨)ઝાંઝરનાં રણકારે આવ.
માડી આવે તો રૂડાં સાથિયા પૂરાવું.
કે માડી તું (૨)સાથિયાનાં રંગે આવ.
નવરાત્રીનાં આવ્યાં રૂડાં નોરતાં
કે માડી તું(૨) ગરબે રમવા આવ.

✍️© વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલિમોરા

Read More

ત્રિનેત્રધારી
લેતાં વિદાય-
થયાં મંદિરો સુનાં!
શિવ બિરાજે
સૌનાં હ્રદયમાં.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.

Read More

તાપી નદી પર આવેલું પ્રકાશા કે જે દક્ષિણ કાશી તરીકે ઓળખાય છે.એની યાત્રા કરવાનો લાભ અમને મળ્યો.અમે સૌ બહેનો શ્રાવણ માસમાં મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી .
પ્રકાશાનું મુખ્ય મંદિર કેદારેશ્વર ,એની બાજુમાં જ કાશીવિશ્વનાથ મહાદેવ.કાશીની યાત્રા જેટલું જ પૂણ્ય આ મહાદેવનાં દર્શન કરવાથી મળે.
પુષ્પ દંતેશ્વર મહાદેવ. આ મહાદેવ માટે એવી દંતકથા છે કે એક રાજા રોજ ફુલ ચઢાવતો.એક દિવસ ફૂલ ન હતું તો પોતાનો દાંત કાઢીને ચઢાવ્યો તો ત્યાં તરત બીજો દાંત આવ્યો એટલે એનું નામ પુષ્પ દંતેશ્વર. આ મંદિર પાસે અર્ધ કાશી અને બિલ્વેશ્વર મહાદેવ મંદિર છે.
સંગમેશ્વર મહાદેવ તાપી,ગોમાઈ અને પુલિંદા નદીનો સંગમ થતો હોવાથી સંગમેશ્વર નામ પડ્યું.
ગૌતમેશ્વર મહાદેવ મંદિર.
વ્યારામાં મનકામેશ્વર મહાદેવ મંદિર એવી લોકવાયકા છે કે આ મહાદેવનાં દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.
ઉનાઈમાં ઉનાઈ માતાનાં અને અનાવલમાં શુકલેશ્વરદાદાનાં દર્શન કરી સૌ ધન્ય થયાં.

Read More

જીવ એ જ શિવ
મંદિરમાં
ફાંફાં
શું કામ મારે માનવ !
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.