The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
*વાંચો તો મઝા આવશે..* (1) ? મને એવી કયાં ખબર હતી કે "સુખ અને ઉંમર" ને બનતું નથી, પ્રયત્ન કરીને સુખને તો લાવ્યો, પણ ઉંમર રીસાઇને ચાલી ગઇ. ? (2) ? માણસ વેચાય છે... સાહેબ... કેટલો મોંઘો કે કેટલો સસ્તો ? એ કિંમત તેની "મજબૂરી"નક્કી કરે છે. ? (3) ? અદભુત છે ને...... "દિવસ" બદલાય છે... ને એ પણ "અડધી રાતે". ? (4) ? જીંદગી છે અઘરી, પણ છેવટે ટેવાઈ જવાય છે, શનિવાર અને સોમવાર ની વચ્ચે થોડું જીવાઈ જાય છે. ? (5) ? એમ સંબંધ ના બંધાય શ્વાસ વગર...... ગોપીઓ પણ નહિ આવે રાસ વગર....... જગત માં બનવું છે બધા ને રામ....પણ... વનવાસ વગર. ? (6) ? એક ધડાકે તોડી દેવુ સહેલુ છે સગપણ. કેમ કરી ભૂલાવી દેશો... આખે આખો જણ. ? (7) ? એક જગ્યાએ સરસ વાક્ય લખ્યું હતું... સાહેબ.... જો દુનિયામાં છોડવા જેવું કંઈ હોય, તો પોતાને ઊંચા દેખાડવાનું છોડી દો... ? (8) ? આંખો બંધ થાય તે પહેલા "ઉઘડી" જાય તો આખો જન્મારો સુધરી જાય. ? (9) ? શબ્દોને શીખવું છું, થોડાં સીધા રહો, માણસની જેમ મરોડદાર થવું બહુ સારું નથી. ? (10) ? હ્રદયના ટુકડા મજબુર કરે છે કલમ ચલાવવા માટે સાહેબ.... બાકી... હકીકત માં કોઈ પોતાનું દુ:ખ લખીને ખુશ નથી હોતું. ? (11) ? એકલા થયા જીવનમા તો ખબર પડી... ઘણા કલાકો હોય છે એક દિવસ મા ? (12) ? બાવળ ને પણ એ ક્ષણ ગમી હશે, જ્યારે કોઇ વેલ તેની તરફ નમી હશે ? (13) ? કોઈના વગર કંઈ અટકતું નથી.... પણ અધુરું ચોક્કસ રહે છે. ? (14) ? લાગણીઓ ઉછીની મળતી નથી, કદાચ એટલે જ એ બધાને જડતી નથી. ? (15) ? પડછાયા સાથે રેસ લગાવી, છેક સાંજે જીત્યો... પણ એ મારો ભરમ હતો સવારે એ પાછો મારાથી આગળ નીકળી ગયો...? Navnit Vala 9825979188
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser