The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મેરી દુનિયામેં કહીં નહિ તુમ, ફિર ભી મેરી દુનિયા હો તુમ. #sdk #
(મિત્રતા માટે લખતાં શબ્દો ખૂટી પડે ,પરંતુ થોડાક શબ્દોમાં અહી મિત્રને વર્ણવું તો...) એક મિત્ર હોવો જોઈએ... મુખ ના સ્મિત પરથી હૈયાનાં અશ્રુ પારખનાર, એવો..એક મિત્ર હોવો જોઈએ... જેના સાથ થી જિંદગીની ધૂપ માં ઝાઽની છાયા જેવી શીતળતા વર્તાય, એવો..એક મિત્ર હોવો જોઈએ... સુખના સો(100) સાથી ભલે રહ્યાં, પરંતુ દુઃખમાં એ એક જ સો બરાબર થનાર, એવો..એક મિત્ર હોવો જોઈએ... દૂર હોવા છતાંય જેના નામ માત્રથી હૈયે સ્મિત વેરાય, એવો..એક મિત્ર હોવો જોઈએ... હજારોની મહેફિલ વચ્ચે જેના ના હોવાથી ખાલીપો વર્તાય, એવો..એક મિત્ર હોવો જોઈએ... જીવનમાં જેના આવવાથી મિત્રતાનો સાર સમજાય, એવો..એક મિત્ર હોવો જોઈએ... તમારી નકામી બકવાસ સાંભલીને પણ જેનું મન ના ભરાય, એવો..એક મિત્ર હોવો જોઈએ... સમસ્યાઓ ભલે ઘેરી વળી હોય, પણ જીવનમાં જેની હાજરી માત્રથી હાશકારો અનુભવાય, એવો..એક મિત્ર હોવો જોઈએ... જેને હૈયે ભેટીને મનનો ભાર દૂર થાય, એવો..એક મિત્ર હોવો જોઈએ... અને આ વાંચતા જેની યાદ અપાવી જાય, બસ...એ એક મિત્ર હોવો જોઈએ.. બસ..એવો..એક મિત્ર હોવો જોઈએ... #friendship #goal#bff #sdk #
સાચી મિત્રતા એ એક છોડ જેવી છે જે ધીમેથી વધે છે અને તે એક મોટું વૃક્ષ થઈને જીવનભર તેની છાયા આપે છે. મહાન સોક્રેટીસે પણ કહ્યું છે કે, ‘મિત્ર બનાવતા પહેલા સો વખત વિચારો અને મિત્ર બનાવ્યા પછી તેને કાયમ માટે ટકાવી રાખો’. મિત્ર એટલે મનથી અને હૃદયથી આપણી સાથે હોય. જીવનના તડકાં-છાયાની મોસમ એટલે કે સુખ દુઃખના સમયમાં પણ જે ટકી રહે છે તે મિત્રતાનો વૈભવ છે. સાચી મિત્રતા એ તો જીવનમાં સાંપડેલી ધન્ય ક્ષણ છે. વ્યક્તિ જન્મે છે ત્યારથી તેની આજુબાજુ વિવિધ સંબંધો બંધાતા જાય છે. આવા અનેક સંબંધોની વચ્ચે મિત્રતા એક પરમ પવિત્ર વસ્તુ છે. આપણા જીવનમાં મા-બાપ અને ભાઈ-બહેનની સાથે સાથે મિત્રની પણ જરૂર છે. મિત્રતામાં લોહીનો સંબંધ ન હોવા છતાં પણ તે લોહીના સંબંધ જેવો જ અતૂટ બંધન છે. જન્મથી માંડી મરણ સુધીની સળંગ યાત્રામાં જો એકાદ વ્યક્તિને તમે મિત્ર ન બનાવી શકો તો તમારે સમજવું કે તમારામાં જ કંઈક ખૂટે છે.
એ દરેક જગ્યાથી દૂર ખસી જવું સારું જયાં આપણી જરુર ના હોય. આપણી ખુશી માટે નહિ પરંતુ એ લોકો ખુશ રહી શકે એ માટે. #SDK #
મિત્ર એટલે મિત્ર એમાં વળી... શું સ્ત્રી, શું પુરુષ.
તારા આ શબ્દોમાં પણ હવે મૌન વર્તાય છે એંજલ, તારી સુગરને કયાં બધું સમજાય છે.. માનું છું મારી જ ભૂલો નો છે આ પરિણામ, પરંતુ, મિત્રતા તારી છે મારી જિંદગીનો આધાર.. તારી આ ચુપ્પી મને ક્ષણ-ક્ષણ કોરી ખાય છે, એંજલ, તારી સુગરને કયાં બધું સમજાય છે.. વધુ નહિ માગું બીજુ તારી પાસે કંઈ એંજલ, પરંતુ, તારી મિત્રતાનો હક આજીવન આપજે.. તારી આ દૂરીમાં પણ મને પાસે તું વર્તાય છે, એંજલ, તારી સુગરને કયાં બધું સમજાય છે.. #yaari teri_meri# #SugarAngel #
ક્યારેક, જેને આપણે જીવનમાં સૌથી વધુ મહત્વ આપીએ છીએ, એ જ આગળ જતા આપણી લાગણીઓ પર પ્રશ્નચિહ્ન લગાવી જાય છે. #sdk #
"હે મા ચેહર" દરેક ધબકારે નામ છે તારું, તારા સિવાય કોણ છે અમારું. 🙏
મારા દુઃખનો વિસામો છે તું મારા સુખનું સરનામું છે તું વધુ તો નથી જાણતી આપણો સંબંધ છે શું પણ.. મારા માટે સ્નેહનો સમુંદર છે તું. મારા જીવનનો ઉલ્લાસ છે તું વધુ તો નથી જાણતી આપણો સંબંધ છે શું પણ.. મારા માટે કુદરતે આપેલી બક્ષિસ છે તું મારા હાસ્યનો શ્વાસ છે તું વધુ તો નથી જાણતી આપણો સંબંધ છે શું પણ.. મારા માટે ભગવાનની પૂજા છે તું મારા સારા કર્મોનું ફળ છે તું વધુ તો નથી જાણતી આપણો સંબંધ છે શું પણ.. મારા માટે મિત્રતા નો આધાર છે તું મારા નિરસ જીવનનો સ્વાદ છે તું. વધુ તો નથી જાણતી આપણો સંબંધ છે શું પણ.. સુગરાંજલનો વિશ્વાસ છે તું. #sugarangel # #bff #
શોધી લાવને કંઈક એવું... કે હું યાદ કરું તને અને તું સામે આવી જાય, હું વિચારુ તને અને તું પાસે આવી જાય, શોધી લાવને કંઈક એવું... મારા બોલ્યા વગર તું મને વાંચી જાય, મારા હૈયે રહેલું તારું નામ તું કળી જાય, હું તો હમેશાં થી તારી જ છું પણ... શોધી લાવને કંઈક એવું... જે તને હમેશાં માટે મારું કરી જાય, મારા હૈયે રહેલી એકલતાને તારો સાથ આપી જાય, અને અંતે બસ એટલું જ કે સેકન્ડ-મિનિટ-કલાક-દિવસ-વર્ષો બધું જ વીતી જશે.. પણ તારા વગર મારો સમય આગળ નહી વધી શકે.. તો શોધી લાવને કંઈક એવું.💌 #sdk #
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser