Quotes by Suresh Thakor in Bitesapp read free

Suresh Thakor

Suresh Thakor

@thakorsuresh92gmailc
(8)

શું ક હું આજના દિવસની વાત છે તું
ફૂલ ગુલાબી ઠંડી અને સાથ છે તું..

જીવતો હતો જે હું દુનિયામાં કાલ્પનિક..

થયો સામનો આજે એ દુનિયાથી વાસ્તવિક..

ખોટું બોલવું એના કરતા સત્ય છુપાવવું એ મોટો ગુનો છે

ના કર કોશિશ એને રોકવા ની

એ કહ્યા વગર તને જતી રેવા ની

આ જવાની છે દોસ્ત

તારી જ નહીં સૌ ની જતી રેવા ની

લાગ મળે કે ન મળે
પણ લાશ જરૂર મળશે તને

બદલી ના શક્યો ઈચ્છાઓ પોતાની
તો બદલી નાખ્યા ભગવાન ને માનવીએ

કોઈ સંબંધ બસ ચા સુધીનો પણ હોય
પણ ચા ની દરેક ચૂસકી એક વર્ષ જેટલી હોય

નાખેલું ના હો ભલે ખાંડ એમાં
છતાં એમાં સંબંધોની મીઠાસ હોય

બેસી બાંકડે ચા પીતા પૂછ્યું હોય નામ તારું
એની સાથે નવા સંબંધની શરૂઆત પણ હોય

તારા થી દુર થવાના ડરથી પણ
કપ ખાલી ના થાય એવી ઈચ્છા મનમાં હોય

મીઠાસ તારી વાતો ની અને ચા ની
પછી ભલે મને ડાયાબિટીસ હોય

આમ તો નથી મળતું કોઈ બહાનું તને મળવાનું
રોજ તારી સાથે પીવી ચા એજ મારું બહાનું હોય

સૌથી વહાલી તો છે મારી ચા
એનાથી પણ વ્હાલી તું શાયદ હોય

ઠાકોર સુરેશ...

Read More