Quotes by Suthar Kalpana in Bitesapp read free

Suthar Kalpana

Suthar Kalpana

@sutharkalpana184453


પતંગ

" જિંદગી એક પતંગ છે, મેં તો એ પતંગ પર

તારું નામ લખી દીધું, હવે તું જો દોર બની બંધાય મારી

સાથે તો હું ઊંચી ઉડાન ભરું જિંદગીની "


✍️ કલ્પના સુથાર

Read More

હા, મને ખબર હતી...

કોરા મન પર એક ચહેરો છપાયો,
એ ચહેરામાં રૂપ તારું દેખાયું,
એ રૂપથી પ્રેમ થશે,
કોને ખબર હતી?

પ્રેમ પાંગર્યો જીવનમાં,
મુખથી ના બોલાયો,
ના બોલવાથી બીજાનો થઈ જશે,
કોને ખબર હતી?

નિષફળ પ્રેમનો ઝંઝાવાત જીવનમાં ચાલ્યો,
એ ઝાંઝવાતમાં બીજાની સાથે ડૂબાયું,
એ પણ તારી નહીં શકે,
કોને ખબર હતી?

પાનખર પછી વસંત છવાયો,
દુઃખ પછી થોડુંક સુખ દેખાયું,
એ જ ચહેરો ફરી દેખાશે,
કોને ખબર હતી?

જે પ્રેમને મુખથી ના બોલાયો,
આજ હિંમતથી બોલશે અને
સામેથી પ્રતિસાદ " હું પણ તને પ્રેમ કરું છું "
એવો મળશે,
કોને ખબર હતી?

પણ હા, પાનખર પછી વસંત
આવશે જ,
મને ખબર હતી,
હા, મને ખબર હતી.


✍️ કલ્પના સુથાર

Read More