Quotes by SUNIL VADADLIYA in Bitesapp read free

SUNIL VADADLIYA

SUNIL VADADLIYA Matrubharti Verified

@sunilvadadliya6543
(82)

હોય શાસ્ત્રનું વચન તો પણ ખોટું પડે
તમે ધરાયેલાને ધરો તો કઈ ના મળે
પ્રકૃતિ પણ કહે છે વાવનારા જ લણે
કર્મ જેવું કરો તેવું પાછું ફરી ફળ મળે
જો નાહકનો દોષ તકદીરને દેનાર મળે
સુનિલ મકવાણા

Read More

વાચતા ના શીખવશો વાચતા આવડે છે
વાક્યો તો ઠીક ચેહરો વાચતા આવડે છે

વાચતા ના શીખવશો વાચતા આવડે છે
સારું - નરસું પણ પારખતા આવડે છે

જે ક્યારેય ન ગણી શક્યા દાખલાઓ
એને પણ હિસાબો રાખતા આવડે છે

કાળા અક્ષરો હોય ભેંસ બરાબર જો
અનુભવે માણસ વાચતા આવડે છે

સુનિલ મકવાણા
- SUNIL VADADLIYA

Read More

માગે બધું મળતું નથી તે વાત સાચી
માગે મોત મળતું નથી તે વાત સાચી
હોય જ્યારે મરણ ને શરણ ત્યાં તો
જીવવાની આશા જાગી વાત સાચી
મિલનમાં સમય સરરરર વહી જાય
વિરહમાં ક્ષણ લાગે આકરી વાત સાચી
જ્યારે નહિ કોઈ રહેતો બચવાનો આરો
ત્યારે ફૂટે ઈશ પર આશ આખરી વાત સાચી

Read More

ના બોલાયેલું સમજાય એ મજા
કહેવાયેલું સમજાય નથી મજા

દિલ થી થય જાય વંદન ક્યારેક
બાકી હાથ જોડાય નથી મજા

હા કેહવામાં ના કહેવાય જાય જો
બસ, આમ ગુંચવાવમાં નથી મજા

નાના હતા ત્યારે કેવું હસતા જો
કહેવાના મોટપણમાં નથી મજા

આમ કરવામાં જિંદગી જીવાય જો
મૃત્યુના ભયમાં જીવવામાં નથી મજા

સુનીલ 'વડદલીયા '

Read More

સ્વરચિત કાવ્ય મારું શ્રી ભરત ત્રિવેદી સાહેબે સ્વર આપ્યો તો માણો 💐

epost thumb

માઇક્રોફિક્શન
-વિકાસ-
સમાજનો સહકાર સમારોહમાં નેતાજી બોલી રહ્યા હતા. વિકાસની આ યાત્રા અવિરતપણે વિકાસની ગતિમાં ચાલી રહી છે. આપણે ચાંદ પર પોહચી ગયા છે . નગરો વાઇફાઇ સજ્જ થઈ ગયા છે . વૈશ્વિકરણ ,ખાનગીકરણ ના ભોગે પણ ભૌતિક વિકાસ અટકવો ન જોઈએ રાષ્ટ્રહિતમાં આપણું હિત છે. એ જ વિચારવું ..જય હિન્દ ...ભાષણ પૂરું થયું ફળિયામાં નવ યુવાનો તેની ચર્ચા કરતા હતા ત્યાં અંબાલાલ કાકા આવ્યા લ્યા શું કામ ટોળે મળ્યા ...ત્યાં વાતમાં તેમણે કહ્યું જો પેલા કરસશન નો છોકરો અઠાણુ ની સાલમાં જન્મ્યો તેનું નામ વિકાસ રાખ્યું તે આજે ભણી ને એમ.એસ.સી . બી.એડ . ટાટ પાસ થયો પણ વિકાસ કમાતો ન થયો....

સુનિલ 'વડદલિયા'

Read More

રોજબરોજ

ફરિયાદો કર્યા કરે રોજબરોજ
તેણે ઉગાર્યો તને રોજબરોજ

હતો કાળ પડ્યો પાછળ ત્યાંજ
સૂલી નો ઘા ટાડયો રોજબરોજ

ત્યારે તું બોલી ઉઠ્યો બચી ગયો
પુરાવો હતો સાથે છે રોજબરોજ

માન કે ન માન ફેર શુ પડે પ્રભુ ને
તારામાં રહે શ્વાસ તે રોજબરોજ

નરસિંહે પણ ગાયું આત્મજ્ઞાને રે
દેહમાં દેવ રૂપે રહે પ્રભુ રોજબરોજ

સુનીલ 'વડદલિયા'

Read More

યાદ છે મને એ પૂરતું છે
વાદ ન કર હવે પૂરતું છે
કહેવું ના કઈ પૂરતું છે
મેસેજ વાંચો પૂરતું છે
યાદ કરું તને પૂરતું છે
લાગે તું ખુશ પૂરતું છે
હુંય તેથી ખુશ પૂરતું છે
હૈયે આવે લખું પૂરતું છે
તારા માટે બધું પૂરતું છે !
સુનિલ 'વડદલિયા'

Read More

ખોટે ખોટો મને ચિતરી નાખ્યો
મિત્રોએ મને ઓળખી નાખ્યો
દુશમનો ક્યાં હતા કોઈ મારા
એમણે જ દુશમન કહી નાખ્યો
ચૂપ હું પણ રહ્યો કેમ બોલું
મૌનમાં અશબ્દ રહી કહી નાખ્યું
સુનીલ 'વડદલીયા'

Read More

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા
પાન સૂકું થઈ ગયું તોય તમે ન આવ્યા

આંખોમાંથી આંસુ પડ્યા ને યાદ આવ્યા
આંસુ સુકાયને ક્ષાર થયો તોય ન આવ્યા

હૃદય પર જૂની યાદો તાજી થઈ ગઈ હવે
તોય જૂની યાદો નવી બનાવવા ન આવ્યા

ફરિયાદ કરું તો કોને કરું યારો પણ કહે ,
સારું થયું બસ, 'કવિ ' એ ના આવ્યા
સુનીલ "વડદલીયા"

Read More