Quotes by Soni Upendrakumar in Bitesapp read free

Soni Upendrakumar

Soni Upendrakumar

@soniupendrakumargmai


કણસે છે પણ ધબકે છે,
વીનાશ હજું બાકી છે....
તે આંજ્યુ જે કાજળ,
એની ભીનાશ હજુ બાકી છે...
તારા અન્નકુટ મહીથી,
પતાસું એક આપ કાન્હા...
ગોકુળ ની ગલીઓનો,
હિશાબ હજું બાકી છે....
UPENDRA SONI. KALOL

Read More

મને તો નશો દેખાય છે ગમ-ઍ-તમામ માં,
છલકાવ તારા આંખ થી આંશુ,
ને ઠાલવી દે મારા જામ માં..
UPENDRA SONI.KALOL

તારા દિલમાં ઘોડાપુર જેવી,
જવાની લહેરાય છે....
કે'તું એક પાલવ સાચવે ત્યાં,
બીજો સરકી જાય છે...
UPENDRA SONI. KALOL

*માઈક્રોફ્રિક્શન*
હું અને મારો ભાણો ગામડે મિત્ર ને ત્યાં ગયા.
હું ખાટલા માં ગોઠવાયો જ્યારે ભાણો આંગણા ની આસપાસ બધું અવલોકન કરવા લાગ્યો.. થોડોક સમય વીત્યો હસે ત્યાં મારા મિત્ર ના શ્રીમતિ જી ચા લઈને આવ્યા..
ત્યાં ભાણો પણ દોડતો દોડતો આવ્યો ને મારા કાન આગળ મોંઢુ લાવી ને ધીરેક થી કીધું
"મામા આ ચા ના પીતા ગંધાતી છે.. એનુ દુધ કોથળી માં થી નથી નીકળ્યું પેલી સામે ઊભી એ ભેંસ ના પેટ માં થી નીકળ્યું છે..."
UPENDRA SONI. KALOL

Read More

*માઇક્રોફ્રીક્શન*
હજ્જારો મીટર લીલોતરી જમીન પર એસીડ છાંટી ને બિનખેતી કરેલી જમીન માં થી કરોડો કમાએલા શેઠ શ્રી ____એ પર્યાવરણ દિવસે મુખ્ય મહેમાન તરીકે માઈક પર જોર જોર થી કહ્યું કે વૃક્ષો વાવો અને ધરતી બચાઓ... ધરતી આપણી માતા છે...

UPENDRAKUMAR SONI

Read More