Quotes by Narendrasinh in Bitesapp read free

Narendrasinh

Narendrasinh

@snarendrasinh3gmailc


પ્રેમ એટલે થાય જ એવુ નથી.
ના થાય તો પણ પ્રેમ હોય શકે
પ્રેમ એટલે મિલન જ એવુ નથી
ના મળાય તો પણ પ્રેમ હોય શકે
પ્રેમ એટલે હક નહી
હક ના હોય તો પણ પ્રેમ હોય શકે
પ્રેમ એટલે દેખાય જ એવુ નથી
ના દેખાય તો પણ પ્રેમ હોય શકે
વ્યક્ત થાય તો જ પ્રેમ એવુ નથી
અવ્યક્ત પણ પ્રેમ હોય શકે
આ બધુ ભણવામાં ના આવે આતો અનુભવવું પડે
પોતે

#પોતે

Read More

કોરોના એ કેર કર્યો છે
કહે આ ના કરો
મન કહે મને ના રોકો
ભટકતા જીવો વ્યાકુળ થાતા
રખડવા અધીરા થાતા
જોખમ કેવું વહમુ છે આ
લગીરે મન ના ધરતા.....
આની દવા મલી નથી હજુ
તો બચાવે ઇશ્વર સિવા કો બીજુ
એકજ સમજણ રાખે સૌ જણ
આટલો ખ્યાલ રાખે
સતત માશ્ક અને અંતર રાખે
હર જન સમજી...
પોતે
#પોતે

Read More

દુષ્ટતા રાખી ના સાંભળવું
હ્રદય જાણે શિકાર થાતુ
પરિચય નિજ નો
પાગલ બનાવે
અંતર્મુખ થાતો
માત્ર સ્વાર્થ કાજે
ન્યાય ઇચ્છું મુજ તરફી
આનંદી ઉપરથી શુરવીર લાગું
પતંગ સમ મનડું
કેમ સ્થિર રાખવું
પ્રકાશ મનનો વિશ્વાસ આપે
હશે નસીબ માં તો
આવશે
પોતે


#પોતે

Read More

જોઇને- વાંચીને પણ
કંઇ
ના
થાય

મારું
નસીબ....
અને જોઇને કંઇક થાય....
વાંચીને કંઇક થાય...
તો
એ આપણું
#નસીબ

હુ અને તુ જોડાયા
એજ
તો
છે
#નસીબ

આજની જ વાત કરોને.....
રજા છે ફ્રી છુ.....
લગભગ સવારે પોસ્ટ થઇ જાય છે...
પણ આજે બપોર થઇ ગઇ....
નસીબ..........
તમે પણ ઇંતજાર કર્યો હશે પછી આડા થયા કે આવી પડી પોસ્ટ
નસીબ...........
કેવુ છે શબ્દો નુ ખેચાણ
ઓળખાણ શબ્દો થી થઇ ને
ઇંતજાર નામથી થાય છે
નસીબ........
ઉંબરે ઉભી.......બોલ વ્હાલમના
મોબાઈલ ખોલી જોઉ રે....
પોસ્ટ..................
આ પણ છે નસીબ.......

કોઇ ને ખબર નહોતી કોણ ક્યાનુ છે.
વહેતુ વહેણ શબ્દ નુ લાવી સમીપે
સાગર બનસે માત્રૃભારતી
નસીબ........
#નસીબ

Read More

થાય માફ સઘળા પાપો જો ધરમ તુજ સંભાળે.
થાય ધરમના મંડાણ જો તુ અધર્મ ને પડકારે...
નાની નાની વાતો લઇ એક નહોતા થઇ શક્યા અહં ના કારણે
જે બન્યા છે પાપ આજ.......
એજ પાપ પ્રકાશ......
તારી નાવ નહી ડુબે.....
ધરમ સંભાળ પાપ પ્રકાશ........
પ્રકાશ મનનો તનનો ને ધનનો....
એક અજવાળે જીંદગી
બીજો પાથરે ઉજાસ
ત્રીજો ઉમંગ ઉલ્લાસ
જાય તિમિર ને તસ્કર ભાગી જોઇ
ભાસ્કર નો પ્રકાશ.........
ચહુ મુજ જીવન મા દુર કરવા તમસ
એક કીરણ પ્રકાશ......
#પ્રકાશ

Read More

શીખો
એટલે શીખો
ના આવડતુ હોય તો?
મરક મરક
હસતા શીખો.......
#શીખો

શબ્દો મા છુપાયેલા શબ્દને વાંચતા શીખો.
અર્થ મા છુપાયેલા અર્થ ને સમજતા શીખો.
ધર્મ મા છુપાયેલા ધર્મને શીખો
આ બહુરંગી દુનિયા છે દોસ્તો
ચહેરા પાછળ છુપાયેલા ચેહરા ને જોતા શીખો .....

ભણતર પછી ગણતર શીખો ...
અભ્યાસ પછી કેળવણી શીખો....
જે શીખો સાત્વિક શીખો.....

#શીખો

Read More

આમ તો તું મને રાખે અને જગ મને ચાખે છે.
સગાવ્હાલા પરખે છે. પ્રભુ.....
કોઇ ટુંકા ગાળાની તો કોઇ લાંબાગાળા ની યોજના રાખે છે.
ગમે કંઈક મારું તો હેત રાખે છે.
અનુકુળ હોઉ તો પ્રીત રાખે છે.
સમયે સમયે રહે બદલાતી જેમની લાગણી ઓ ....
એ જ બધા અપેક્ષાઓ રાખે છે.
જો હું માનુ કે ના, ના કહું ત્યાં સુધી જ સંબંધ રાખે છે જો
ના માનુ,
કે ના કહુ તો દીલથી અંતર રાખે છે.
આમતો રાખવુ બન્ને પક્ષે જરૂરી છે પણ નબળો ફરજ અને સબળો શોખ માને છે.
રાખવુ સહેલુ નથી.
રાખવુ પહેલું નથી
રાખવું છેલ્લું નથી

પણ જરૂરી છે રાખવુ.
રાખ્યા વગર વ્યવહાર નથી
રાખ્યા વગર તહેવાર નથી
રાખ્યા વગર પ્રેમ નથી
રાખ્યા વગર વહેમ નથી......
પણ જરૂરી છે રાખવુ.....


#રાખવું

Read More