Quotes by Unfold Page in Bitesapp read free

Unfold Page

Unfold Page

@simrangupta165330


કદી મસ્તીભર્યુ લાગ્યું કદી વેરાન મન જાગ્યું,
જિંદગીની સફરમાં, મનને જીવવા જેવું ના લાગ્યું.

ખબર છે તમન્ના નથી તોયે ઈચ્છા પાછળ મન ભાગ્યું,
એક પૂરી થાય ત્યાં, મનમાં ઈચ્છાનું વિશ્ર્વ જાગ્યું..

સવાલ થયો હશે કે ! જીવનમાં "મન" તું આનાથી શું પામ્યું,
ઈચ્છાનો મેળો છોડી, મુજ મન આ શબ્દોમાં અટવાયું..

શબ્દોની લયમાં કોઈની એક ગઝલમાં જઈ મન ફસાયું,
પહેલી વહેલી વાર જાણે, મન કોઈ લાગણીમાં બંધાયું..

એકલતાથી રહ્યું સભર એની વાતોમાં મન આવ્યું,
ઘણા દિએ આજ કલમને, મનથી મળવા જેવું લાગ્યું..

હવે શાની તમન્ના મનને એની કવિતામાં મન લાગ્યું,
શું કહું હું યાર તમને, મનને મનમાં પ્રેમ જેવું કંઈ લાગ્યું..

ઉગ્યો સૂરજ આભ શૂરાલય થઈ જેમ ગાજ્યું ,
રાત ગુજરશે નહીં, મનને એના જોયા પરથી લાગ્યું..

કદી મસ્તીભર્યુ કદી આલિંગન કરતું મન આ મલકાયું,
જિંદગીની સફરમાં, મનને આજ જીવવા જેવું લાગ્યું..

Read More

એક ઘર ડૂસકે ચડ્યું
ગામ ડૂબ્યું આ શહેરમાં

-Simran Gupta

साड़ी के पल्लू को कमर में सरेआम यूँ न दबाया कर
धड़कन रुक जाती है तू यूँ तो न हमको सताया कर

-Simran Gupta

કવિતાના મેળામાં અક્ષરની આશ લઈ
બેઠી હતી ત્યાં, હું ગઝલની કિતાબ થઈ..
કવિતાની સાથમાં સપના સંગાથ લઈ
લટારે હું નીકળી'તી કલમનો હાથ થઈ..

Read More

Let your Heart be Your Compass...

-Simran Gupta