Quotes by Shefali Trivedi in Bitesapp read free

Shefali Trivedi

Shefali Trivedi

@shefalitrivedi1382


હે ઈસુ મને તમારું એક કથન હંમેશા યાદ રહેશે કે તમે કહ્યુ હતુ કે

""# જે વ્યક્તિ એ કોઈ પાપ ના કર્યું હોય એ વ્યક્તિ પહેલો પથ્થર મારે #""

એવી વ્યક્તિ તો આ દુનિયામાં મળશે જ નઇ તો એનો મતલબ એ થાય કે આપડે બધા ક્યાંક ને ક્યાંક થોડા અંશે પાપ તો કર્યા જ છે

પ્રભુ ઈસુ સૌ ને માફ કરે અને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના

#ઈસુ

Read More

સંકટ આ એક એવો ટોપિક છે જેના વિશે એ જ લખી શકે કે જે એમાંથી પસાર થયું હોય. કારણકે અનુભવ વગર તો કઈ લખી જ ના શકાય બરાબર ને ??? અને 99.99 સંકટો માણસે જાતે જ ઉભા કરેલા હોય છે.

જ્યારે માણસ સંકટ માં હોય ત્યારે 2 વાત બને ક્યાંતો માણસ નેગેટિવ થાય યાતો એ પોઝિટિવ થાય.

હું ચોક્કસ એવું માનું છું કે દરેક પરિસ્થિતિ માં પ્રભુ આપણી સાથે હોય છે. અને દરેક ને પોતાનું સંકટ/તકલીફો વધારે વધારે જ લાગે.

સંકટ ના વિવિધ પ્રકાર હોય છે જેમકે નાણાંકીય સંકટો, સંબંધો વિશેના સંકટો, ભણતરના સંકટ......વિગેરે. એ ખરાબ સમય માં માત્ર માણસ જો પોતાના પર વિશ્વાસ રાખે અને બીજું કે દરેક પોતાની અંદરનો આત્માનો અવાજ જો સાંભળે તો એને પરિસ્થિતિ માં થી બહાર નીકળવાની રસ્તો મળે જ છે અને જે સાંભળી ને બી ના સાંભળે એ વ્યક્તિ સંકટો ના વાદળ માં અટવાયા કરે છે.

સંકટ માંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે "સમય". જો માણસ પ્રભુ અને પોતાના આત્મા ના અવાજ ને સાંભળી સમય પસાર કરી શકે એ માણસ ને રસ્તો આપો આપ મલી જ જાય છે. આ મારો અનુભવ છે મેં પહેલા જ કીધું હતું ને કે કોઈ પણ અનુભવ વગર ના લખી શકે.
બી પોઝિટિવ ઓલ્વેઝ....

✍✍✍✍શેફાલી ત્રિવેદી😊
#સંકટ

Read More

આંગળીઓ આજે પણ વિચારમાં ખોવાયેલ છે,


તેણે કેવી રીતે નવા હાથ ને પકડ્યો હશે ???