Quotes by ShaktiSinh Dabhi in Bitesapp read free

ShaktiSinh Dabhi

ShaktiSinh Dabhi

@shaktisinhdabhi2821


વાટ જોતો હતો
સોમ થી શનિ બસ આ રવિવાર ની જ વાટ જોતો હતો
સવાર થી સાંજ બસ આ રવિવાર ની જ વાટ જોતો હતો

શનિવાર ની રાતે મસ્ત મોજ થી સુતા સુતા
હરખાતા હરખાતા રવિવાર ની સવાર પડે એની વાટ જોતો હતો

આખરે એ દિવસ આવીજ ગયો
રવિવાર ની સવાર પડી
ચહેરા પર સ્મિત હતું
આંખો માં અનેરો આનંદ હતો
અને કંઈક નવું અને મજા નું કામ કરવાનો મૂડ હતો
આરામ કરવો તો ક્યાં ક્યારેય રવિવાર ના દિવસ માં ઉદ્દેશ્ય હતો જ

પણ એક જોરદાર ઘર ના કામ નું વાવાજોડું આયુ
એ પણ પુર સાથે

બધીજ આશાઓ અને ઉમિદો વહી ગઈ, તણાઇ ગઈ...!
જોત જોતા માં આકાશ અજવાળા માં થી અંધારા માં ફેરવાઈ ગયું
ક્ષણિક ભર માં તો દિવસ રાત માં બદલાઈ ગઈ
વાટ જોતા જોતા વાટ લાગી ગઈ


ફરીથી એક રોમાંચક સફર ચાલુ થવા જઈ રહ્યો છે
કાલે સોમવાર છે... શનિવાર સુધી નો સફર છે
એ જ આશાઓ છે, એ જ ઉમિદો છે...
અને એ જ હું છું

સવાલ તો ઘડિયાળ માં ચાલતો ટિક ટિક કાંટો અને કેલેન્ડર ની બદલાતી તારીખો નો છે કે

કયા સુધી હવે
અને ક્યારે કરીશ

આજે પણ એ જ જવાબ છે
બસ એક રવિવાર સરખો મળી જવા દે

- લી. હું રાહ જોનાર
#આત્મકથા

Read More

સવારે ઉઠ્યો ને
વિચારો ના વમણ એ મને ઘેરી લીધુ
દિમાગ સુન્ન થઈ ગયું
મન હચમચી ગયુ
વિચારો એ એવા વાવાજોડા નું રૂપ લીધેલું

તરત અંદર થી અવાજ અયો
શુ વિચારો ભૂતકાળ ના છે?
તો શુ એનું અસ્તિત્વ છે હજુ? અને વીતેલા ભૂતકાળ પર નિયંત્રણ થઈ શકે?
કે પછી વિચારો ભવિષ્ય ના છે?
શુ એનું અસ્તીત્વ છે? અને છે તો ક્યાંક તું પોતાના વર્તમાન સાથે અત્યારે રમી તો નથી રહ્યો ને?

આટલા પ્રશ્નો એ મને ટૂંક માં જવાબ આપી દીધો..!
#સવાર

Read More

આજે મારી પાસે ફરિયાદ કરવા કંઈજ નથી
કેમ કે મારી પાસે સમય જ નથી

અંગારા ને જે હવા થઈ પ્રજ્વલિત થવાની આશા હતી
એ જ હવા એ એને ઓલવી દીધો

છતાંય એને કોલસો બની ને તો સળગવુંજ હતું
પણ સમય એ એને રાખ બનાવી દીધો

Read More

તુફાન હતી એ...

બધું ઉડાવી ને લઈ ગઈ

તને મારી જરૂર હતી
અને
મને મારી..!

શબ્દો નું રમખાણ ચાલી રહ્યું હતું

ત્યાં એક બિજા ને સમજવા , સાંભળવા ની વાત જ ક્યાં આવે છે

મૃગજળ દેખાવાનો પ્રશ્ન આવતો જ નથી

બસ સુરજ ના કિરણ ની દિશા તમારા તરફેણ માં હોવું જોઈએ

ખેલાડી થવા માટે જરૂરી નથી કે મેદાન માં ઉતારવું

ક્યારેક પ્રેક્ષક બનીને પણ તગડી રમત રમી શકાય છે

આજે મેં શીખી લીધુ છે
ચૂપ રહી ને યુદ્ધ લડવાનું

શીખી લીધું છે શબ્દો ની માયાજાળ ને સમજવાનું

એકલા રહીને હસતા પણ શીખી જ લીધું છે

કપટ તો દૂર દેખાતા મૃગજળ ની પણ સમજી લીધી છે
કેમ કે સૂરજ ના કિરણ ની દિશા સમજતા શીખી લીધું છે

એ સુરજ ની કિરણો તમારા તરફેણ માં હોય
તો મૃગજળ દેખાવાનો પ્રશ્ન જ નહોતો

પણ આજે મેં સાચા અર્થ માં કાલ્પનિક દુનિયા અને વાસ્તવિક દુનિયા વચ્ચે ના તફાવત ને સમજી લીધો છે

ગઈ કાલ નું ભૂલી ને આજ માં જીવતા શીખી લીધું છે.
#શીખો

Read More