Quotes by Savan Daxini in Bitesapp read free

Savan Daxini

Savan Daxini

@savandaxini045731


આંખમાંથી શું ઝરે છે શી ખબર,
જે દિવસ છોડી દીધું તારું નગર.

એક ઢળતી સાંજે સાવ અચાનક જ એમની મુલાકાત થઇ ગઈ,
અને પાનખર થઇ ગયેલી લાગણીઓ ફરી વસંત થઇ ગઈ..

સાવન પથિક

થોડો થાક્યો જરૂર છુ આ પથ પર મંઝિલ ની રાહ મા,
પણ મંઝિલ ખુદ કહેછે આમ થાકીશ નહી હૂ ખુદ છુ તને મેળવાવાની ચાહ
મા.

સાવન પથિક

Read More

મળ્યા હતા આ પથ પર એ પથિક બનીને,
એ પથિક જ આ પથની મંજિલ હશે એવી ક્યાં ખબર હતી..

સાવન પથિક

*બસ એક તારી ઝંખના*

મારો આ હાથ તારો હાથ ઝંખે છે
આ જિંદગી બસ એક તારો જ સાથ ઝંખે છે,

મારી આ આંખો તારો દીદાર ઝંખે છે
આ જિંદગી બસ એક તારો જ વિચાર ઝંખે છે,

હવે રસ્તાઓ પણ તારો સંગાથ ઝંખે છે
આ જિંદગી બસ એક તારો જ સાથ ઝંખે છે,

આ હૃદય તારા નામનો ધબકાર ઝંખે છે
આ જિંદગી બસ એક તારો સ્વિકાર ઝંખે છે,

આ મુખ બસ તારું જ નામ ઝંખે છે
આ જિંદગી બસ એક તારી જ સલામ ઝંખે છે,

આ મન બસ તારા જ સ્મરણ ઝંખે છે
આ જિંદગી તારા વિનાની હવે હર ક્ષણ ડંખે છે... !

- *સાવન પથિક*

Read More

આમ તો મારું કોઈ નામ સરનામું નથી,
બસ આ ભટકતી રાહ નો એક મુસાફર છુ,
*પણ*
આ ભટકતી રાહ મા જો તારો સંગાથ મળી જાયને,
તો આ નામ ને પણ ક્દાચ એક સરનામું મળી જાય...
#DsP

Read More