Quotes by sandip chaudhari in Bitesapp read free

sandip chaudhari

sandip chaudhari

@sandip.chaudhari


પર્વ છે પ્રકાશનો....ઉમંગ- ઉલ્લાસનો...
જીવનના ઉજાસનો...એક-મેકને મળવાનો..
કટુતાને કાઢી ભાવથી ભેટવાનો...
અંતરના અંધકારમાં દિપ પ્રગટાવાનો...
વાદ-વિવાદ ભુલી સ્નેહી સાથે સંવાદનો...
કાલના અબોલા અાજે તોડવાનો...
અાજને પરસ્પર પ્રેમથી જોડવાનો..

Read More

હસતા મોઢે થયા રાજપાટ દેશને અર્પણ,
ધન્ય છે એ સમર્પણ ને સરદારના વડપણ...

નિઝામ હોય કે જુનાગઢનો નવાબ,
સમજે એ ભાષામા અાપ્યા જેણે જવાબ...

વ્યક્તિત્વ જેનું હતું અસરદાર,
એ રુઅાબદાર હતો સરદાર....

ભારતને અખંડ રાખવા રહ્યો અડગ,
જોમ-જુસ્સો જાણે હિમ ખડક..

ધીર-ગંભીર ને સાદગી જેને ચિત્ત,
તપતો સુરજ પણ ચાંદ સમો શીત...

લોખંડી હતા સરદારના કાળજા,
કુણા પડ્યા હતા અંગ્રેજના નાળચા...

અલગ હતો અંદાજ ને વચન વજનદાર,
સો-સો સલામ તને સરદાર...

Read More

નવા વર્ષની સ્નેહસભર શુભેચ્છા

અાપને અને અાપના પરિવારને નવા વર્ષની સ્નેહભરી શુભકામનાઓ...નવુ વર્ષ અાપના માટે મંગલકારી અને સ્વાસ્થમય હો.. વિતેલા વર્ષના અાપના અધુરા સપના સાકાર કરતું અાવે.. સ્નેહિજનો સાથે અાપના સંબંધો સુમેરભર્યા અને અાપના કોઠાર કાયમ ધન-ધાન્યથી છલકાતા રહે.. સુખ-સમૃધ્ધિ અાપના દરવાજે દસ્તક દેતી રહે.. હર્ષ-ઉલ્લાસ અાપના અાઁગણે અાગમન કરતો રહે.. પ્રિયજનો સાથે ઉષ્માભર્યા ભાવ રહે..અાપની યશકિર્તિ દિપક જેમ ઝળહરતી રહે અને સૌને અજવાળતી રહે.. નવા વર્ષમાં અાવો નવા સંકલ્પ કરીએ અને વિકાસના વિકલ્પ પસંદ કરીએ.. પરિવર્તનએ પ્રાણ છે અને સ્થિરતાએ મૃત્યુ છે.. સમયની સાથે પરિવર્તીત થઈએ અને સમયને માન અાપીએ.. સમાજ માંથી કુરિવાજોને દુર કરીએ .. ફકત વાતો નહી પણ સંકલ્પ લઈએ અને તેને સાક્ષાત કરીએ.. અને શરુઅાત અાપણાથી કરીઐ.. સમય સાથે જે વ્યક્તિ..સંસ્થા અને સમાજ પોતાને પરિવર્તીત કરે છે સમય સાથે ઢળે છે તે જ સમાજ સંસ્થા લાંબા સમય સુધી ટકે છે.. વિકાસ કરે છે.. અાપણા પુર્વજના મુલ્યોને જાળવીએ અને તેની સાથે તત્કાલિન સમયની માંગને પણ સમજીએ અને વિકાસના મીઠાં ફળ ચાખીએ.. નવા વર્ષમાં સાથે મળીને કદમ મીલાવી એક તાલે ચાલીએ.. *અલગ-અલગ પ્રવાહોમાં વહી દુર્બળ બનવા કરતા એક પ્રવાહમાં નદી જેમ વહી બળવાન બનીએ..*
સમયને સમજીએ અા ધરતી પર જો કોઈ વસ્તુ મુલ્યવાન છે તો એ સમય છે.. સમય જ દરેક વસ્તુને તેની કિંમત કરાવે છે..પછી એ સોનુ હોય કે કંકર, સમયથી સર્વોપરી અને બળવાન કોઈ નથી.. અાપણે સામાજીક પ્રાણી છીએ, સમાજ અને વ્યક્તિ એકબીજાને પુરક છે. વ્યક્તિ સમાજને અસ્તિત્વ અર્પે છે તો સમાજ વ્યક્તિને અસ્મિતા અર્પે છે.. સમાજ કે સમુહ વગરનું જીવન મૃત છે..
સમાજને અર્પણ કરીએ અાપણી પાસે ઘણું બધુ છે અર્પવા માટે.. ધન સમય, વિચાર પરંતુ અાપણે એ નક્કી કરવાનું કે હું સમાજને કઈ રીતે ઉપયોગી બની શકું. સમાજની પૃષ્ઠભુમિ પર જ માણસ પોતાનું નાટક ભજવી શકે છે.. સમાજ સર્વોપરી છે, સમાજ વગરની વ્યક્તિ પશુ સમાન છે.. અાપણે જો રાષ્ર્ટની સેવા કરવી છે તો શરુઅાત અાપણાથી કરવી પડશે.. અાપણે બદલીશું ઘર..ગામ..સમાજ ને અંતે રાષ્ર્ટ બદલાશે.. નુતનવર્ષ ખાલી મિઠાઈ ખાવા કે ઘરની સફાઈ કરવા પુરતુ નથી.. દરેક તહેવાર અાપણને શીખવે છે.. જેમ ઘરની સફાઈ કરીએ તેમ મનની સફાઈ પણ જરુરી છે.. મન માંથી દ્વેષ..કલેશ,ધૃણા, કટુતા જેવા સંકુચિત વિચારોને મન માંથી સાફ કરીએ .. દિવાળીએ દિવા પ્રગટાવી ઘરને પ્રકાશિત કરીએ તેમ અંતરમાં પણ ઉજાસની જરુર છે.. ખરો દિપક ત્યાં પ્રગટાવાની જરુર છે.. મનના અંધકારને દુર કરી પોઝીટીવ પ્રકાશ ભરવાનો છે.. મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મનથી વહી ગામ સમાજ સુધી વહેતું થાય એવું કરવાનું છે.. અાપણું દાન મદદ મોટા-મોટા મંદિર સુધી નહી પણ જયાં જરુર છે ત્યાં પહોચાડવાની જરુર છે.. જરુરીયાતને અાપેલી સહાય એ શ્રેષ્ઠ દાન છે...
અાવો મળીને સારા સંકલ્પો કરીએ સમાજમાં શિક્ષણ વ્યાપ વધારીએ.. કુરિવાજોને તિંલાજલિ અાપીઐ.. સૌનો વિકાસ થાય એવા નિયમ બનાવીએ..
અાપને અને અાપના પરિવારને નવા વર્ષના સંદીપ ચૌધરી સપ્રેમ નમસ્કાર...

અાપનો
*સંદીપ ચૌધરી-અાંજણા*

Read More