The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
નથી કરતો નશો કેમકે મદિરા દુઃખી થશે, મારા હોઠને સ્પર્શતા જ એને વેદના ચડી જશે.
પ્રેમની એમણે કદર ક્યાં રાખી છે ? દિલની એમણે ખબર ક્યાં રાખી છે ? મે કહ્યું મરી જઇશ તારા પ્રેમમાં, એમણે પૂછયું કબર ક્યાં રાખી છે ???
રૂપથી અંજાયો નથી,સ્નેહ થી ભીંજાયો છું… તું ક્હે પીછો છોડ,કેમ કહું પડછાયો છું..!!
વાત છે 2007 ની. હું સ્નાતક પદવી ના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. વિદ્યાનગર ની સરકારી હોસ્ટેલમાં મિત્રો સાથે રહેતો હતો. થોડા સમય બાદ એક દિવસ એક મિત્રનો મોબાઈલ ફોન ચોરી થઈ ગયો. 3-4 દિવસ બાદ 5-7વ્યક્તિ ભેગા થઈ રાત્રે 1 વાગે મારી રૂમનો દરવાજો ખખડાવ્યો. મે દરવાજો ખોલ્યો તો બધા જ મારાં ઉપર ધસી આવ્યા. એમાં મારો એ મિત્ર પણ હતો જેનો ફોન ચોરાઈ ગયો હતો. અને મને મારવાનું ચાલુ કરી દીધું. 30 મીનીટ સુધી મને મારવાનું ચાલુ રાખ્યું અને પૂછવા લાગ્યા ફોન ક્યાં છે. મે ચોરી કરી ન હતી તેથી મે તેમને સમજાવવાના ગણા પ્રયત્નો કર્યા પણ તેઓ માન્યા નઈ અને મારી પાસે મોબાઈલ અથવા તેની કિંમત વસૂલવા ની શરત મૂકી. માંડ માંડ એ રાત પુરી કરી. બીજા જ દિવસે મે પૈસા એકઠા કરી તેને આપી દીધા કારણ કે મારી વાત માનવા એ લોકો તૈયાર ન હતા અને મારામાં હવે માર ખાવા ની શક્તિ ન હતી. છતાં રોજ ના મહેણાં સાંભળતો. હું દરરોજ મિત્રની રૂમ માં જઈને તેને મનાવવા માટે એક જ વાત સમજાવવાનો પ્રયત્ન કરતો કે મે તેનો મોબાઈલ ચોરી નથી કર્યો. 1 અઠવાડિયા પછી તે મિત્ર નો મોબાઈલ બીજા એક મિત્ર પાસેથી મળ્યો. તે દિવસે સાંજે જ મારી પાસે આવી ને માફી માંગવા લાગ્યો અને મને મારાં પૈસા પણ પાછા આપ્યા. એ દિવસે તેને ગણો પછતાવો થયો. મે એને માફ પણ કરી દીધો. ઝગડો વધારી શક્તોતો, મારામારી હું પણ કરી શકતો. પણ પછી એનામા અને મારામાં કોઈ ફર્ક રહેતો નહિ. એણે મારાં વિશે જે વિચાર્યું હોય એ, મારો તો એ મિત્ર હતો ને.
એવુ નથી કે.. જોર નથી મારી પાંખમાં .. પણ.. બસ ઉડવુ ગમતુ નથી.. કેદ થયા પછી તારી આંખમાં….
પ્રેમનું અતર છાંટયાને વર્ષો વિતી ગયા પણ હજુ સુંગધ તારી, મારા શ્વાસોમાં સચવાઇ છે..!
સાંભળી અનહદ પ્રસંશા તાઝ અને મુમતાઝની, એમ લાગ્યું પ્રેમ સ્મારક તાઝ જેવો જોઈએ, ફૂલ સમ મુમતાઝ પર પાષાણ ખડકેલા દીઠા, શાહઝહા પ્રેમી નહીં પાષાણ હોવો જોઈએ.
એમની જયારે મરજી હોય છે, ત્યારે તે વાત કરે છે, અને અમારી નાદાનીયત તો જુવો, અમે આખો દિવસ - રાત એમની મરજી ની રાહ જોઈએ છીએ ..
પ્રેમની તો ખબર નહિ પણ, જે લાગણી તારી સાથે છે એ કોઈની સાથે નથી....
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser